લંડનઃ ચોરોની ટુકડીએ બ્રિટનના બ્લેનહિમ પેલેસમાંથી 18 કેરેટના સોનાનું ટૉયલેટ ચોરી લીધું હતું. ચોરોએ  ટૉયલેટ પેલેસમાં લાગેલા એક્ઝિબિશનમાંથી ચોર્યું હતું. જેનાથી બ્લેનહિમ પેલેસમાં પાણી ભરાઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે ટૉયલેટને જ્યાંથી ઉખાડવામાં આવ્યું ત્યાં ફ્લોરને નુકસાન પહોંચ્યું હતું. જેનાથી પાણી ભરાઈ ગયું છે. ટૉયલેટ ચોરી માટે પોલીસે બે ગાડીનો ઉપયોગ કર્યો હોવાનો પોલીસને અંદાજ છે.

સોનાનું આ ટૉયલેટ ઈટાલીના આર્ટિસ્ટ મોરિજિયો કેટલેન બનાવ્યું હતું. તેનું નામ અમેરિકા રાખવામાં આવ્યું હતું. એક વખત તેને ન્યૂયોર્કના ગેગનહેમ મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યું હતું. એકવાર તેને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઉધાર આપવામાં આવ્યું હતું. બ્લેનહિમ પેલેસમાં આ ટૉયલેટનું પ્રદર્શન ગુરુવારથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.



ટેમ્સ વેલી પોલીસને શનિવારે સવારે 4.57 કલાકે ટૉયલેટ ચોરી થયાની માહિતી મળી હી.  પોલીસને નિવેદન મુજબ ઘટનાને અંજામ આપ્યા બાદ ચોર અહીંયાથી ફરાર થઈ ગયા હતા. માલમે 66 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચોરી થયેલું ટૉયલેટ હજુ સુધી પોલીસને મળ્યું નથી.



અમેરિકા નામથી ઓળખાતા આ ટૉયલેટને સૌપ્રથમ ન્યૂયોર્કમાં 2016માં ગેગનહેમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. યુકેના બ્લેનહિમ પેલેસમાં ચર્ચિલનો જ્યાં જન્મ થયો હતો તે રૂમની નજીક આ ટૉયલેટ લગાવવામાં આવ્યું હતું. વિશ્વભરના લોકો આ ટૉયલેટ જોવા આવતા હતા.

ઓસામા બિન લાદેનનો પુત્ર થયો ઠાર, US પ્રેસિડન્ટ ટ્રમ્પે ખુદ આપી જાણકારી

ઘરમાં સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, કાર્ડમાં લખી હતી ‘સર્વિસ’ની વિગતો

138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ