ન્યૂયોર્કઃ અમેરિકા પર 9/11ના હુમલના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેન માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે કહ્યું કે, હમજાનું મોત અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર અમેરિકના આતંકવાદી વિરોધી અભિયાનમાં થયું છે.


યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું, અલકાયદાના ટોચના નેતા અને ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેન અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર ઠાર થયો છે. જોકે અમેરિકન રાષ્ટ્રપતિએ તેનું મોત કઈ જગ્યાએ અને કેવી પરિસ્થિતિમાં થયું તે અંગે જણાવ્યું હતું.

હમજાએ છેલ્લે 2018માં અલ કાયદાની માડિયા શાખા દ્વારા નિવેદન આપ્યું હતું. જેમાં તેણે સાઉદી અરબને ધમકી આપી હતી અને ત્યાંના લોકોને વિદ્રોહ કરવા કહ્યું હતું. સાઉદી અરબે ચાલુ વર્ષે માર્ચમાં તેની નાગરિકતા રદ કરી દીધી હતી.

હમજા બિન લાદેનના મોતના સમાચાર પ્રથમ વાર આવ્યા નથી. આ પહેલા મીડિયા રિપોર્ટમાં અમેરિકાની ગુપ્તચર એજન્સીના સૂત્રોને ટાંકી લાદેનના પુત્રના મોતના અહેવાલ આવ્યા હતા. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકાએ હમજા બિન લાદેનની ખબર આપનારાને 10 લાખ ડોલરનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.

અમેરિકાએ કહ્યું હતું કે, હમજા તેના પિતાના મોતનો બદલો લેવા યુએસ પર હુમલાનું કાવતરું રચી રહ્યો છે. જેને જોતાં આટલા મોટા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે હમજા બિન લાદેનનું નામ પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં નાંખી દીધું હતું. જે બાદ સાઉદી અરબે પણ હુમલાની નાગરિકતા રદ કરી હતી.


ઘરમાં સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, કાર્ડમાં લખી હતી ‘સર્વિસ’ની વિગતો

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કરી સોમનાથ મહાદેવની પૂજા, જુઓ તસવીરો