યુક્રેનમાં ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી ત્રણ બસો પિસોચીન પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં પશ્ચિમ તરફ આગળ વધશે. દૂતાવાસે ઉમેર્યું હતું કે યુદ્ધની મહામારી વચ્ચે ટૂંક સમયમાં વધુ બસો આવશે.


યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કરી કહ્યું, "કેંદ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી  3 બસો પિસોચિન પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં પશ્ચિમ તરફ આગળ વધશે. 2 વધુ બસો ટૂંક સમયમાં આવશે. તમામ વિદ્યાર્થીઓ માટે સલામત મુસાફરી." 


 






આ દરમિયાન, વિદેશ મંત્રાલયે  શુક્રવારે જણાવ્યું હતું કે અમારી પ્રથમ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી ત્યારથી 20,000 થી વધુ ભારતીયોએ યુક્રેન છોડી દીધું છે.


શુક્રવારે પત્રકાર પરિષદ  દરમિયાન,વિદેશ મંત્રાલયના  સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ત્યાં વધુ લોકો છે, પરંતુ આ જોઈને આશ્વાસન મળે છે કે આટલા બધા લોકોએ યુક્રેન છોડી દીધું છે.


તેમણે વધુમાં કહ્યું,  "અમે અમારી એડવાઈઝરી જારી કરી ત્યારથી 20,000 થી વધુ ભારતીયોએ યુક્રેનની સરહદો છોડી દીધી છે. ત્યાં વધુ લોકો છે, પરંતુ તે જોઈને આશ્વાસન મળે છે કે આટલા બધા લોકોએ યુક્રેનની સરહદો છોડી દીધી છે,"


તેમણે જણાવ્યું કે, "24 કલાક દરમિયાન, 18 ફ્લાઈટ્સ ભારતમાં લેન્ડ થઈ છે જેમાં લગભગ 4,000 ભારતીયો સવાર હતા. લેન્ડ થયેલી ફ્લાઈટ્સની કુલ સંખ્યા 48 છે, જેમાં 10348 ભારતીયો હતા," તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતીય વાયુસેનાના C-17 એરક્રાફ્ટ સહિત આગામી 24 કલાક માટે 16 ફ્લાઇટ્સ નિર્ધારિત છે.


આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારતીય નાગરિકોના સ્થળાંતર અભિયાન અને સંઘર્ષગ્રસ્ત યુક્રેનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક હાઈલેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકારે ભારતીય નાગરિકોના સ્થળાંતર પ્રક્રિયાના સંકલન અને દેખરેખ માટે યુક્રેનની સરહદે આવેલા ચાર પડોશી દેશોમાં 'ખાસ દૂત' પણ તૈનાત કર્યા છે.


મોસ્કો દ્વારા યૂક્રેનના અલગ-અલગ ક્ષેત્રો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર એકમો તરીકે માન્યતા આપી તેના ત્રણ દિવસ પછી  રશિયન દળોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી.