ભૂકંપના પરિણામે હાલત એ થઈ છે કે, લોકો રસ્તા પર જ પડી રહ્યાં છે અમને ઘરોમાં જતાં પણ ડરે છે. ઓફિસો ખાલીખમ પડી છે અને લોકો ભાગીને આવી ગયાં પછી ઓફિસમાં જવા તૈયાર નથી.
આ ભૂકંપનું એપિસેન્ટર ઓક્સાકામાં જમીનથી 26.3 કિ.મી. નીચે નોંધાયું હતું. US જિયોલોજીક સરવેના મતે ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકા સ્ટેટથી 12 કિમી દૂર હતું. સ્થાનિક સમય પ્રમાણે ભૂકંપ સવારે 10.29 વાગે આવ્યો. ત્યાર બાદ યુ.એસ. સુનામી વોર્નિંગ સિસ્ટમે રાજયમાં સુનામીની ચેતવણી પણ આપી હતી.
મેક્સિકોમાં 2017માં બે વખત ભૂકંપ આવ્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ 8.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 150 લોકોના મોત થયા હતા. બીજી વખત ભૂકંપ 20 સપ્ટેમ્બરના રોજ 7.1 તીવ્રતાનો આવ્યો હતો. તેમાં 500થી વધારે લોકોના જીવ ગયા હતા. ભૂકંપની લીધે તે સમયે ચોતરફે ભારે જાનહાનિ થઈ હતી.
મેક્સિકોમાં છેલ્લા 7 દિવસમાં 20 વખત ભૂકંપ અનુભવાયો છે. સૌથી વધારે તીવ્રતાનો ભૂકંપ મંગળવારે આવ્યો. છેલ્લા 24 કલાકમાં 4 વખત ભૂકંપનો અનુભવ થયો છે. આંકડાકીય માહિતી પ્રમાણે અહીં એક મહિનામાં 99 વખત ભૂકંપના ઝાટકાનો અહેસાસ થયો છે.