નવી દિલ્હી: અમેરિકમાંના સાઉથ ડકોટામાં મોટી દુર્ઘનાટ સર્જાઈ છે. શનિવારે એક વિમાન ક્રેશ થતાં નવ લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓ જણાવ્યા પ્રમાણે, વિમાનમાં 12 લોકો સવાર હતા. વિમાને ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી. તમામ પેસેન્જરો ઇદાહો ફોલ્સ જઈ રહ્યાં હતા.


ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારી પીટર નડસને જણાવ્યું કે વિમાનના ઉડાન પહેલા જ ચેમ્બરલેન અને સેન્ટ્રલ સાઉથ ડકોટામાં ભારે ભરફના વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી.

નડસન અનુસાર, એનટીએસબી વિમાન ઘટનાની તપાસ કરશે, પરંતુ ખરાબ હવામાનના કારણે ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને ચેમ્પરલિનથી લગભગ 225 કિમી દુર સિયોક્સ ફૉલ્સ નજીક પડ્યું છે.