નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ગરદેજ શહેરમાં  શુક્રવારે એક શિયા મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 35 લોકોનાં મોત થયા હતા. જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અલ્પસંખ્યક સમુદાયના લોકોને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે બે બંદૂકધારી મસ્જિદમાં દાખલ થઈ ગયા હતા અને તેઓએ પોતાને ઉડાવે તે પહેલા નમાજિઓ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ઓફિસર રાજ મોહમ્મદ મંદોજાઇએ જણાવ્યું કે, હુમલાના સમયે મસ્જિદમાં જુમ્માની નમાજ ચાલી રહી હતી. બપોરે 2 વાગ્યે એક હુમલાખોરે પોતાને ઉડાવી દીધો. મૃતકોની સંખ્યા વધી શકે તેવી આશંકા છે.