Viral Video: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હંમેશા અજીબોગરીબ સ્થિતિ સર્જાતી રહે છે. આવા કેટલાક સમાચાર હંમેશા ત્યાંથી આવે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. ભારતની જેમ પાકિસ્તાનના પણ ઘણા લોકો વિદેશમાં રહે છે. કેટલાક સારા કાો કરે છે. પાકિસ્તાનનું નામ ઉંચું કરે છે. જો કે, કેટલાક એવા કામો કરે છે જેના કારણે પાકિસ્તાનનું નામ ખરાબ થાય છે. આવી જ એક ઘટનાનો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં પાકિસ્તાની નાગરિકો એક આફ્રિકન યુવતીના હાથે માર ખાઈ રહ્યા છે.


 






આફ્રિકન છોકરીએ પાકિસ્તાનીઓને માર્યા
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક આફ્રિકન મહિલા બે પાકિસ્તાની લોકો સાથે લડતી જોવા મળી રહી છે. થોડા સમય પછી આફ્રિકન મહિલા આ લોકો પર હુમલો કરે છે. આ પછી આ લોકો પણ વળતો પ્રહાર કરવા લોખંડની પાઇપ  ઉપાડે છે. જ્યારે મહિલા ફરી વળતો જવાબ આપે છે, ત્યારે આ લોકો ભાગવા લાગે છે.


આ પછી મહિલા એક પથ્થર ઉપાડે છે અને તેને મારવા લાગે છે. આ પછી મહિલાનો ઓળખીતો વ્યક્તિ આવે છે. જે બન્નેને સમજાવવાનો પ્રયાસ શરુ કરે છે. આ દરમિયાન, પાકિસ્તાની ફરી મહિલા પર હુમલો કરે છે અને તેને નીચે પછાડી દે છે. આ દરમિયાન, આફ્રિકન મહિલાનો મિત્ર પાકિસ્તાનીઓને પાછળ ધકેલી દે છે અને દૂર ફેંકી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે
@gharkekalesh નામના એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર શેર કર્યું. આ વીડિયોને ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'પાકિસ્તાન આર્મી ટીમ સામે જીતી શકે નહીં.' અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'આફ્રિકન ટીમ સામે તો હારી જ રહ્યા છીએ અને હવે માર પણ ખાઈ રહ્યા છીએ.' અન્ય એક યુઝરે ક્રોધિત સ્વરમાં લખ્યું, 'પાક્કું તેણે ખાવાનું ચોર્યું હશે.