ઇસ્લામાબાદ : ચીની રસીનો પ્રથમ ડોઝ લેનાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી કોરોના સંક્રમિત થયા છે. આ પેહલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ કોરોના પોઝિટિવ થયા હતા અને હાલ તેઓ આઇસોલેશનમાં છે. પાકિસ્તાનમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની છે અને સંખ્યાબંધ દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે.


પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અલ્વીએ ટ્વીટ કર્યું હતું કે, હું કોવિડ  19 સંક્રમિત થયો છું. અલ્લાહ કોરોના પ્રભાવિત તમામ દર્દીને આશીર્વાદ આપે. મેં રસીનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ બીજા ડોઝ પછી, એન્ટિબોડીઝ બનવાનું શરૂ થાય છે, મારો બીજો ડોઝ આવતા અઠવાડિયે નિર્ધારિત હતો. કૃપા કરીને સાવચેત રહો.''


બીજી બાજુ સિંધ પ્રાંતના ગવર્નર ઇમરાન ઇસ્માઈલે ટ્વીટ કરીને સંરક્ષણ મંત્રી પરવેજ ખટક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાની જાણકારી આપી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પહેલાથી કોરોનાથી સંક્રમિત છે. તેમણે પણ ચીનની કોરોના વેક્સિન લગાવી હતી. ઇમરાન ખાન ક્વોરેન્ટાઇન છે. કોરોના વેક્સિન લગાવ્યા બાદપાકિસ્તાનના પીએમ ખાને દેશના લોકોને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.


પાકિસ્તનમાં આંશિક લોકડાઉન લાગુ


પાકિસ્તાનના અધિકારીઓએ કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા અને 11 ટકાને પાર પહોંચા ગયા બાદ રાજધાની ઇસ્લામાબાદ અને દેશના અન્ય અતિ સંવેદનશીલ વિસ્તારમાં સોમવારે આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ વિતેલા વર્ષે કોરોના મહામારી કરતાં પણ વધારે ખરાબ છે.


અધિકારીઓએ કોરોના વાયરસને અટકાવવા માટે સોમવારે પૂર્વ પંજાબ પ્રાંતના અતિ સંવેદનશીલ વિસ્તારમાં એક એપ્રિલથી બે સપ્તાહ સુધી આંશિક લોકડાઉન લગાવાવની જાહેરાત કરી હતી. પાકિસ્તાન સરકાર પહેલાથી જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલ પોતાની અર્થવ્યવસ્થાને વધારે નુકસાનથી બચાવવા માટે અત્યાર સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાથી બચતી રહી છે.