વર્લ્ડોમીટર મુજબ, કોરોના બીજી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 22 હજર કેસ સામે આવ્યા અને 251 લોકોના મોત થયા છે. કોરોનાથી ત્રીજા સૌથી પ્રભાવિત દેશ બ્રાઝિલમાં 23 હજાર નવા કેસ સામે આવ્યા અને 483 લોકોના મોત થાયા છે.
અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 26 ડિસેમ્બર સવાર સુધી વધીને 1 કરોડ 92 લાખ પહોંચી ગઈ છે. જેમાં 3 લાખ 38 હજાર લોકોના મોત થયા છે. ભારતમાં એક કરોડ એક લાખ સંક્રમણના કેસ આવી ચૂક્યા છે અને જેમાંથી 47 હજાર લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 74 લાખ છે, અહીં 90 હજાર લોકોના મોત થયા છે.
દુનિયાના 46 ટકા કોરોનાના કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં છે અને 39 ટકા મોત પણ અહીં થયા છે. આ ત્રણ દેશોમાં કોરોનાથી મોતનો આંકડો સાત લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ કરોડ એક લાખને પાર પહોંચી છે અને 17 લાખ 56 હજાર દર્દીઓના મોત થયા છે.
અમેરિકામાં હવે એક્ટિવ કેસ વધીને 76 લાખ 13 હજાર થયા છે. ભારતમાં રિકવરી રેટ 96 ટકા છે એટલે કુલ સંક્રમિતોમાંથી 97 લાખથી વધારે લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં 2 લાખ 83 હજારથી વધારે એક્ટિવ કેસ છે.