Booster Dose: શુક્રવારે જાહેર કરાયેલા ત્રણ અધ્યયન એ વાતની સાબિતી આપે છે કે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડૉઝ એન્ટીબૉડીના સ્તરને વધારવા માટે સક્ષમ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે ઓમિક્રૉન વિરુદ્ધ વેક્સીનની સુરક્ષાને જોનારુ આ પહેલુ મોટુ અમેરિકન સ્ટડી થયો છે. 


જાહેર કરાયેલા સ્ટડીઝના પેપરો છેલ્લા રિસર્ચ જે જર્મની, દક્ષિણ આફ્રિકા અને યૂકેના રહ્યાં, તેમને યોગ્ય ગણાવે છે. અધ્યયનો અનુસાર કોરોના વેક્સીનનીના બે ડૉઝ ઓમિક્રૉન સંક્રમણ વિરુદ્ધ ઓછી અસરકારક છે, પરંતુ બૂસ્ટર ડૉઝ એન્ટીબૉડીના લેવલને વધારવા માટે ખુબ અસરકારક સાબિત થાય છે. 


આ લોકોને હૉસ્પીટલમાં ભરતી થવાની નહીં પડે જરૂર-
જાણકારી અનુસાર, ત્રણ અધ્યયનોમાં પહેલુ અધ્યયન ઓગસ્ટથી આ મહિના સુધી 10 રાજ્યોમાં હૉસ્પીટલમાં ભરતી અને ઇમર્જન્સીમાં ભરતી દર્દીઓના આધાર પર કરવામાં આવેલુ છે. આમાં સામે આવ્યુ છે કે કૉવિડ-19 સાથે જોડાયેલા દર્દીઓને હૉસ્પીટલ સુધી પહોંચાડવામાં ફાઇઝર કે મૉડર્ન વેક્સીનના ત્રણ ડૉઝ રોકી રહ્યું છે. એટલે કે જે લોકોએ કોરોના વેક્સીનના બે ડૉઝ કે બૂસ્ટર ડૉઝ લીધો હશે તેમને હૉસ્પીટલમાં ભરતી થવાની જરૂર નહીં પડે.


India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,37,704,  નવા કેસ નોંધાયા છે અને 488 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,42,676 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 9550 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,13,365 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 10,050 થયા છે.


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં 21 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


કુલ એક્ટિવ કેસઃ 21,13,365
કુલ ડિસ્ચાર્જઃ  3,63,01,482
કુલ મૃત્યુઆંકઃ  4,88,884
કુલ રસીકરણઃ  161,16,60,078 (જેમાંથી ગઈકાલે 67,49,746 ડોઝ આપવામાં આવ્યા હતા.)  


આ પણ વાંચો........


India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ


ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત


ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?


રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?


35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું