વૉશિંગટનઃ કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલા અમેરિકાએ આજે એક મોટો ફેંસલો કર્યો છે. અમેરિકામાં ઇમિગ્રેશનને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે બહારથી આવીને અમેરિકામાં વસનારા લોકો પર અસ્થાઇ રોક લગાવી દીધી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે મોટુ એલાન કરતા કહ્યું- અમેરિકામાં હવે આગળના આદેશ સુધી કોઇપણ બહારના વ્યક્તિને વસવાની પરવાનગી નહીં આપવામાં આવે. આ વાતની જાહેરાતે ટ્રમ્પે ટ્વીટર પર પણ કરી છે. કોરોનાના કારણે અર્થવ્યવસ્થા પર પડી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રમ્પે ટ્વીટમાં લખ્યુ- અદ્રશ્ય દુશ્મનના હુમલાના કારણે જે સ્થિતિ પેદા થઇ છે, તેમાં અમે અમારા મહાન અમેરિકન નાગરિકોની નોકરીઓને બચાવીને રાખવાની છે. આને ધ્યાનમાં રાખીને હું એક ઓર્ડર સાઇન કરુ છુ, જે અમેરિકામાં બહારના લોકોને વસવા માટે રોક લગાવી દેશે.



સ્પષ્ટ છે કે, ટ્રમ્પની આ જાહેરાત બાદ હવે દુનિયાભરના લોકો કે જે અમેરિકામાં નોકરી અને બિઝનેસ માટે આવે છે, તે બધાને થોડાક સમય માટે સિટીઝનશિપ નહીં મળી શકે. એટલે કે અમેરિકાનો નાગરિક બની નહીં શકે.