Fear Of Breast Cancer : ઘણીવાર કુદરતે આપેલા અંગો સાથે પણ મજબુરીવસ થઈ છેડછાડ કરવી પડતી હોય છે. કોઈ વ્યક્તિ આવુ શોખથી કે ખુશીથી નથી કરતું પરંતુ તેની પાછળ કેટલીક મજબુરીઓ હોય છે. કંઈક આવો જ કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ પોતાના બંને સ્તન કાઢી નાખ્યા હતાં. મહિલાએ 28 વર્ષની ઉંમરમાં આ કર્યું હતું. તેણે આનું કારણ પણ જણાવ્યું છે.


મારા બંને સ્તનો કાઢી નાખ્યા


રિપોર્ટ્સ અનુસાર આ મહિલાનું નામ સ્ટેફની જર્મિનો છે અને તે અમેરિકાના ફ્લોરિડાની રહેવાસી છે. તેણે તાજેતરમાં જ તેના બંને સ્તન કઢાવી નાખ્યા છે. એક અત્યંત મુશ્કેલ સર્જરી અને પીડાદાયક તબીબી સારવાર દ્વારા આ શક્ય બન્યું હતું. મહિલાને થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું પરંતુ તેના પાર્ટનરની મદદથી આખરે તેણે તેના પર કાબુ મેળવ્યો હતો.


આ હતું કારણ


આ મહિલાએ સ્તન કેન્સરના ડરથી તેના બંને સ્તનો કાઢી નાખ્યા હતાં. જોકે તેને કેન્સર નથી થયું પરંતુ તેને સ્તન કેન્સરનું જોખમ ચોક્કસપણે હતું. આ પાછળનું કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે તે 27 વર્ષની હતી ત્યારે તેનામાં BRCA1 જીન મ્યુટેશનની ઓળખ થઈ હતી. જે તેના માટે આશ્ચર્યજનક હતું કારણ કે તેની દાદી ટેરેસા કે જે 77 વર્ષના હતાં અને 53 વર્ષિય માતા ગેબ્રિએલા પણ BRCA1 પોઝિટિવ હતા.


સ્તન કેન્સરનું જોખમ!


ઘણા અહેવાલોમાં આ જીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના વિશે કહેવામાં આવ્યું છે કે RCA1 જીનમાં પરિવર્તન થવાથી સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. બધી સ્ત્રીઓમાં BRCA1 અને BRCA2 જનીનો હોય છે, પરંતુ જે સ્ત્રીઓમાં આ જનીનોમાં ફેરફાર થાય છે તેમને સ્તન કેન્સરનું જોખમ ઉભું થાય છે. તેથી આ મહિલાએ તાજેતરમાં જ કેંસરના જોખમ પહેલા જ તેના બંને સ્તન કાઢી નાખ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, બ્રેસ્ટ કટ કરાવવું સહેલું ન હતું, પરંતુ તે જીવન કરતા વધારે પણ નથી.


થ્રેડિંગ, વેક્સિંગનું દર્દ સહન કર્યું, છતા તેણે બ્રેકઅપ કર્યું... યુવતીના રડવાનો વીડિયો વાયરલ


સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આજે એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે.  વાયરલ થઈ રહેલો આ વીડિયો જ લો, જેને યુવતીના મિત્રએ રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે. આ વાયરલ વિડિયો એક ફોન કોલનો છે, જેમાં વંશિકા (Vanshika)નામની યુવતી તેના મિત્રને તેના બ્રેકઅપ વિશે રડતી રડતી કહી રહી છે. તેની મહિલા મિત્ર સાથે ફોન પરની આ વાતચીત ઓનલાઈન વાયરલ થઈ રહી છે, જેને સાંભળીને લોકોને હસીને ખરાબ લાગી રહ્યું છે. ટ્વિટર પર આ વીડિયો ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે.