હ્યૂસ્ટનમાં જ પીએમ મોદી 26 સપ્ટેમ્બરે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે ત્યારે અહીં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો પીએમ મોદીનો હાઉડી મોદી કાર્યક્રમ પર અસર પડી શકે છે.
એનઆરજી સ્ટેડિયમમાં યોજાશે પીએમ મોદીનો કાર્યક્રમ
હ્યૂસ્ટનમાં પીએમ મોદીનો કાર્યક્રમ એનઆરસી સ્ટેડિયમમાં યોજાશે, આ સ્ટેડિયમના આસપાસના વિસ્તારો પાણીમાં ડુબેલા છે. ઇસ્ટર્નના કેટલાય વિસ્તારોમાં પાણી દસ ફૂટ સુધી ભરાઇ ગયુ હતુ, જેના કારણે ટ્રાફિક સિગ્નલ પણ પુરના પાણીમાં ડુબી ગયુ હતુ.
જોકે, હજુ પણ હ્યૂસ્ટનના અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબેલા છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બાળકો પાણીમાં રમતા જોવા મળ્યા હતા.