મ્યાનમારમાં સૈન્યએ લોકો પર કર્યો હવાઇ હુમલો, બાળકો અને મહિલાઓ સહિત 100નાં મોત

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ, લશ્કરે બળવો કરી સત્તા મેળવી હતી

Continues below advertisement

મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે ચોંકાવનારી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપી છે અને તેને ચિંતાજનક ઘટના ગણાવી છે.

Continues below advertisement

બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો

એક પ્રત્યક્ષદર્શીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે સાગૈંગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં સ્થિત પજીગી ગામની બહાર એકઠા થયેલા ભીડ પર એક ફાઇટર જેટે બોમ્બ ફેંક્યો હતો અને પછી હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કર્યો હતો. બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે અહીં લોકો એકઠા થયા હતા. આ પ્રાંત દેશના બીજા સૌથી મોટા શહેર માંડલયેથી ઉત્તરે લગભગ 110 કિલોમીટર (70 માઇલ) દૂર સ્થિત છે.

લશ્કરી સરકારે હુમલો સ્વીકાર્યો

પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક લગભગ 50 હતો, પરંતુ સ્વતંત્ર મીડિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 100 થી વધુ હતો. અહીં ઘટનાની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી અશક્ય હતી કારણ કે ત્યાંની લશ્કરી સરકાર દ્વારા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે.

સૈન્ય સરકારના પ્રવક્તા, મેજર જનરલ ઝો મીન તુને સરકારી ટેલિવિઝન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  બળવાખોર જૂથની ઓફિસના ઉદ્ધાટન દરમિયાન હુમલો થયો હતો. તેમણે સરકાર વિરોધી દળો પર આતંકનું હિંસક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સેનાએ બળવો કર્યો

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ, લશ્કરે બળવો કરી સત્તા મેળવી હતી.  આ પછી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન મ્યાનમારની નેતા આંગ સાન સૂ કી અને નેશનલ લીગ ફોર ડેમોક્રસીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ પછી, લોકશાહીની ફરીથી સ્થાપનાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોના હાથે 3,000 થી વધુ નાગરિકોના મોત થયા હોવાનો અંદાજ છે.

Israel : રશિયા-યુક્રેનના કકળાટ વચ્ચે ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરવાની ફિરાકમાં

Israel plans to Attack : રશિયા-યુક્રેન યુદ્ધનો કકળાટ હજી શાંત નથી થયો ત્યાં હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભો થઈ રહી છે. તાજેતરમાં જ સીરિયામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં બે ઈરાની લશ્કરી સલાહકારો માર્યા ગયા છે. હુમલા બાદ વધતા પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને દેશના બે સૌથી મોટા એરપોર્ટની સેવાઓ અસ્થાયી રૂપે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈઝરાયેલ ઈરાન પર વધુ હુમલો કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈરાન પણ હુમલાનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ઈરાનની આઈઆરજીસીની એરોસ્પેસ ફોર્સ પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહી છે. IRGC સાથે સંકળાયેલા એક ઈરાની રાજકીય વ્યૂહરચનાકારે ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબારને જણાવ્યું હતું કે, સીરિયામાં અગાઉ થયેલા હુમલાનો બદલો લેવા માટે યોજના બનાવવામાં આવી હતી

Continues below advertisement
Sponsored Links by Taboola