ડેનમાર્ક પહેલો દેશ છે, જ્યાં એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે. અહીં એક વ્યક્તિનું કોરોના એસ્ટ્રેજેનેકા વેક્સિન લગાવ્યાના 10 દિવસ બાદ મૃત્યુ થઇ ગયું. ડેનમાર્કનું લક્ષ્ય હતું કે, તે તેમના બધા જ નાગરિકોની 15 ઓગસ્ટ 2021 સુધીમાં વેક્સિન લગાવી દેશે પરંતુ તેના માટે 4 અઠવાડિયા વધારી દીધા છે.


જર્મની, ફ્રાન્સ, ઇટલી,  અને સ્પેનમાં સોમાવારે એસ્ટ્રેજેનેકા વેક્સિન લીધા બાદ કેટલાક લોકોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા ઉભી થઇ હતી. આ ઘટના બાદ આ તમામ દેશોમાં હાલ પુરતો વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જો કે કંપની અને યુરોપના નિયામકે કહ્યું હતું કે, વેક્સિનના ડોઝ પર દોષ લગાડવાનું હજું સુધી કોઇ ચોકક્સ કારણ નથી મળ્યું.


યુરોપ સંઘના 27 દેશો અને  બ્રિટનના  1.7 કરોડના વેક્સિનેશન બાદ 37 બ્લડ ક્લોટસના કેસ વેકિસનેટ થયેલા લોકોમાં સામે આવ્યાં છે. જો કે દવા નિર્માણ કરતી કંપનીએ કહ્યું હતું કે, હજું સુધી એવો કોઇ પુરાવો નથી મળ્યો કે આ સમસ્યા વેક્સિનેશનના કારણે જ થઇ છે.


સૌથી પહેલા ડેનમાર્કે લગાવ્યો પ્રતિબંઘ


સૌથી પહેલા ડેનમાર્કમાં વેક્સિનેશન બાદ બ્લડ ક્લોટિંગની ફરિયાદ સામે આવતા અસ્થાયી રીતે એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. ડેનમાર્ક બાદ અન્ય દેશોમાં પણ બ્લડ ક્લોટિંગની ફરિયાદ સામે આવી છે.


ડેનમાર્કમાં અહીં એક વ્યક્તિનું કોરોના એસ્ટ્રેજેનેકા વેક્સિન લગાવ્યાના 10 દિવસ બાદ મૃત્યુ થઇ ગયું. ડેનમાર્કનું લક્ષ્ય હતું કે, તે તેમના બધા જ નાગરિકોની 15 ઓગસ્ટ 2021 સુધીમાં વેક્સિન લગાવી દેશે પરંતુ તેના માટે 4 અઠવાડિયા વધારી દીધા છે.


ઓસ્ટ્રેલિયાઆએ પણ એસ્ટ્રેજેનેકા વેક્સિન પર બેન લગાવી દીધો છે. અહીં પણ વેક્સિનેશન બાદ બ્રેઇનમાં બ્લડ ક્લોટિંગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું. યુરોપ સંઘના અન્ય 6 દેશો પર પણ એસ્ટ્રેજેનેકા વેક્સિન પર રોક લગાવી દેવાઇ છે.