પાકિસ્તાનની જાણીતી લાહોર યૂનિવર્સિટી હાલમાં પોતોાના એક આદેશને કારણે ચર્ચામાં છે. હાલમાં જ યૂનિવર્સિટી કેમ્પસમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વિદ્યાર્થીની સાથી વિદ્યાર્થીને પ્રપોઝ કરે છે. આ વીડિયો માત્ર પાકિસ્તાન જ નહીં પણ ભારતમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ હવે લાહોર યૂનિવર્સિટીએ આ બન્ને વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મુક્યા છે. 


ગુરુવારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક યુવતીએ એક યુવકને લાહોર યૂનિર્વસિટીના કેમ્પસમાં પ્રપોઝ કર્યું. આ પ્રપોઝલ અનેક વિદ્યાર્થીઓની વચ્ચે કેમ્પસમાં કરવામાં આવી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 


વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે લાહોર યૂનિવર્સિટીની અનુશાસન કમિટીએ બેઠક બોલાવી અને બન્ને વિદ્યાર્થીઓન નોટીસ ફટકારી હતી. પરંતુ બન્નેમાંથી એક પણ વિદ્યાર્થી સ્પષ્ટતા કરવા આવ્યા ન હતા. ત્યાર બાદ યૂનિવર્સિટીએ બન્ને વિદ્યાર્થીએને કાઢી મુક્યા છે. 



નોંધનીય છે કે, લાહોર યૂનિવર્સિટી અનુસાર બન્ને વિદ્યાર્થીઓએ યૂનિવર્સિટીના નિયમોનું ઉલ્લંખન કર્યું હતું. આ જ કારણે તેમના વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવામાં આવી. ઉપરાંત લાહોર યૂનિવર્સિટી કેમ્પસમાં એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.