પેશાવરઃ પાકિસ્તાનના પેશાવરમાં મોટો વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના પેશાવરમાં થયેલા બ્લાસ્ટમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે આ વિસ્ફોટમાં 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી  જાણકારી અનુસાર, પેશાવરના કોચા રિસાલદાર વિસ્તારમાં કિસ્સા ખ્વાની બજાર ખાતેની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે અને તે આત્મઘાતી હુમલો હતો.  હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયાના અહેવાલ છે.






બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  પોલીસ અને સુરક્ષા ટીમોએ વિસ્તારને ઘેરી લીધો છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર છે.


જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ વિસ્ફોટના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસને શંકા છે કે વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોરના સાથીઓ નજીકમાં હાજર હોઈ શકે છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.


અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પેશાવર પોલીસે જણાવ્યું હતું કે આમાં બે હુમલાખોરો સામેલ હતા. પહેલા બંનેએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને રોકવામાં આવતા  પોલીસકર્મીને ગોળી મારી દેવામાં આવી હતી. બ્લાસ્ટ પહેલા થયેલા ફાયરિંગમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા.


Virat Kohli Test Runs: 'કિંગ કોહલી'ના નામે નોંધાયો આ મોટો વર્લ્ડ રેકોર્ડ, આમ કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો


આ છે Viના 100 રૂપિયાથી સસ્તાં 4G ડેટા વાઉચર્સ, જાણો સૌથી સસ્તુ કયુ છે ને કેટલો મળે છે ડેટા......


1280 રૂપિયાની અરજીના બદલામાં બેરોજગારોને મળી રહી છે સરકારી નોકરી! જાણો મોદી સરકારે શું કહ્યું.....


હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં 40 થી 50%નો વધારો કર્યો