ભરૂચ: દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓ પર હુમલાનો સિલસિલો અટકવાનું નામ લેતા નથી. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે. ભરૂચના પરિએજ ગામના બે યુવકો પર નિગ્રો જાતિના લોકોએ લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો.



જોહનિસબર્ગ ટાઉનમાં બે સગાભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી એક ભાઈના પગમાં ગોળી વાગી અને એકને ગનનો કુંદો મારવામાં આવ્યો હતો. લૂંટારુઓ મોબાઇલ તથા પર્સ લઈને ભાગી ગયા હતા. આ ઘટનાના CCTV સામે આવ્યા છે.

થોડા મહિના પહેલા ભરૂચના મનુબર ગામના યુવક સાજીદ કેશવણવાલાની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ હતી. જોહનિસબર્ગથી 75 કિલોમીટર દૂર ફોકવીલ ગામમાંથી તેનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સાજીદ એક દિવસથી ગુમ હતો. સાજીદના મોતને લઈને તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યું નવું ઈ સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો

IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર