Bangladesh Fire in Container Depot: બાંગ્લાદેશમાં એક કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં વિસ્ફોટને કારણે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આગમાં 450 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની આ ઘટના શનિવારે રાત્રે ચટગાંવના સીતાકુંડાના કદમરાસુલ વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત BM કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 16 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં ભીષણ આગ
ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ કન્ટેનર ડેપોમાં આગ લાગ્યા બાદ અનેક વિસ્ફોટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સહિત સેંકડો લોકો દાઝી ગયા હતા. ઢાકા ટ્રિબ્યુને રેડ ક્રેસન્ટ યુથ ચટગાંવના આરોગ્ય અને સેવાઓ વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 CMCHમાં છે.
મૃત્યુઆંક વધવાની શક્યતા
બાંગ્લાદેશ ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ટેનર ડેપોમાં આગની ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું