નવી દિલ્હીઃ અમેરિકાની એક ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેના સલાહકાર યૂક્રેનમાં રશિયન સેનાના પ્રદર્શન વિશે ગુમરાહ કરી રહ્યાં છે. તાજેતરમાં જ સાર્વજનિક કરવામાં આવેલી ગુપ્તચર માહિતી પર ચર્ચા કરતા અધિકારીએ કહ્યું કે, વ્લાદિમીર પુતિનને રશિયન સેનાએ ગુમરાહ કર્યા અને હવે તેના તથા વરિષ્ઠ રશિયન રક્ષા અધિકારીઓની વચ્ચે તણાવ વધ્યો છે. 


જોકે, અધિકારીએ આ વિશે સાક્ષ્યનું વિવરણ નથી આપ્યુ કે અમેરિકન ગુપ્તચર વિભાગ કઇ રીતે આ નિષ્કર્ષ પર પહોંચ્યુ, પરંતુ ગુપ્તચર સમુદાય આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પુતિન આ વાતથી અવગત ન હતા કર્યા, કે રશિયન સેના યૂક્રેનમાં રંગરુટની ભરતી કરી રહી છે અને તેને ગુમાવી રહી છે. 


અમેરિકન ગુપ્તચર વિભાગનો દાવો પુતિન સુધી નથી પહોંચી રહી સાચી માહિતી - 


તેમને એ પણ કહ્યુ કે પુતિન આ વાતથી પણ પુરેપુરી રીતે વાકેફ નથી કે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી રશિયન અર્થવ્યવસ્થાને કેટલુ નુકસાન પહોંચી રહ્યુ છે. અધિકારીએ કહ્યું કે, નિષ્કર્ષોથી પ્રદર્શિત થાય છે કે પુતિન સુધી યોગ્ય રીતે નથી પહોંચી રહી. સાથે જ એ પણ પ્રદર્શિત થાય છે કે પુતિનના વરિષ્ઠ સલાહકાર તેને સચ્ચાઇ બતાવતા ડરી રહ્યાં છે. 


આ પણ વાંચો......... 


ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે


હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી


Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ


પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર


Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો