Sudanese Military Aircraft Crashed: સુદાનનું લશ્કરી વિમાન ઓમદુરમન શહેરમાં ક્રેશ થયું. આ દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. આ માહિતી લશ્કરી અને આરોગ્ય અધિકારીઓએ બુધવારે (26 ફેબ્રુઆરી) આપી હતી. એપીના અહેવાલ મુજબ, સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે. આ ઉપરાંત અકસ્માત પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ જણાવવામાં આવ્યું ન હતું. સુદાનિસ આર્મીના રિપોર્ટ અનુસાર, સેનાનું એન્ટોનોવ વિમાન મંગળવારે (24 ફેબ્રુઆરી) ઓમદુરમનની ઉત્તરે વાડી સૈયદના એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું.


સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 19 હતો, અને તેમના મૃતદેહોને ઓમદુરમનની નાઉ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.






સુદાનનું ગૃહયદ્ધઃ એક વધી રહેલી ત્રાસદી 
સુદાન 2023 થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે, જ્યારે દેશની સેના અને કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે તણાવ ખુલ્લા યુદ્ધમાં પરિણમ્યો હતો. આ સંઘર્ષ શહેરી વિસ્તારો, ખાસ કરીને દારફુર પ્રદેશને તબાહ કરી રહ્યો છે, અને વંશીય હિંસા અને સામૂહિક બળાત્કાર જેવી ભયાનક ઘટનાઓને જન્મ આપી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય અધિકાર સંગઠનોએ આ ઘટનાઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો ગણાવ્યા છે.


સુદાનની સ્થિતિ વધુ પડતી બગડી રહી છે 
તાજેતરના મહિનાઓમાં સેનાએ ખાર્તુમ અને અન્ય વિસ્તારોમાં RSF સામે તેની કાર્યવાહી વધારી દીધી છે. આરએસએફ, જે પશ્ચિમી ડાર્ફરના મોટાભાગના ભાગ પર નિયંત્રણ રાખે છે. તેણે સોમવારે (23 ફેબ્રુઆરી) દક્ષિણ દારફુર પ્રાંતની રાજધાની ન્યાલામાં સુદાનના લશ્કરી વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. આવી ઘટનાઓ સુદાનના સંકટને વધુ જટિલ બનાવી રહી છે, અને નાગરિકોની સલામતી અને શાંતિ માટે ગંભીર ખતરો ઉભો કરી રહી છે.


આ પણ વાંચો


Plane Crash: મિરાજ અને સુખોઇ હવામાં ટકરાયા, એક પાયલટ શહીદ, IAFએ તપાસના આપ્યા આદેશ