US Special Forces Killed Terrorist: અમેરિકાના સ્પેશિયલ ફોર્સે ઉત્તરી સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. અમેરિકન સેનાએ બુધવારે (25 જાન્યુઆરી) ઉત્તરી સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ટોચનો આતંકી બિલાલ અલ-સુદાનીને તેના 10 સહયોગીઓ સહિત એક ખાસ સૈન્ય ઓપરેશનમાં મારી નાખ્યા હતા. અમેરિકી સેનાની કાર્યવાહીમાં કોઈપણ નાગરિક ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી.






અમેરિકાના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તરી સોમાલિયાના એક વિસ્તારમાં હેલિકોપ્ટર હુમલામાં ઈસ્લામિક સ્ટેટનો એક મોટો આતંકવાદી માર્યો ગયો.


બિલાલ સહિત 10 આતંકવાદીઓ માર્યા ગયા


અમેરિકી દળોએ સોમાલિયામાં ઈસ્લામિક સ્ટેટનો ટોચનો નેતા અલ-સુદાનીને મારી નાખવાનો દાવો કર્યો છે. બાઇડન સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સે દૂર ઉત્તરી સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથના એક ટોચનો નેતા અને અન્ય 10 આતંકવાદીઓને મારી નાખ્યા છે. 25 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં વૈશ્વિક આતંકવાદી સંગઠનના મુખ્ય નેતા બિલાલ અલ-સુદાનીને પર્વતીય ગુફામાં નિશાન બનાવવામાં આવ્યો હતો.






રાષ્ટ્રપતિ જો બાઇડનને ગયા અઠવાડિયે સૂચિત મિશન વિશે જાણ કરવામાં આવી હતી. મહિનાઓના આયોજન બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને સ્પેશિયલ ઓપરેશનમાં આતંકીઓને માર્યાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના આદેશ પર અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ઘણા ISIS આતંકવાદીઓ માર્યા ગયા હતા.


આતંકવાદી અલ સુદાની ઘણા વર્ષોથી રડાર પર હતો


યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે અલ-સુદાની છેલ્લા ઘણા સમયથી અમેરિકી ગુપ્તચર અધિકારીઓના રડાર પર હતો. બિલાલ અલ-સુદાનીએ આફ્રિકામાં ISની કામગીરી તેમજ અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન ISIS-K ને નાણાકીય સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


Russia Ukraine War: જર્મની, અમેરિકા બાદ હવે આ દેશની યુક્રેનને મદદથી જાહેરાત, આપશે આ હથિયાર


Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પશ્ચિમી દેશો યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. આ દેશો યુક્રેનને હથિયાર આપીને પણ મદદ કરી રહ્યા છે. કેનેડા યુક્રેનને ચાર Leopard 2 યુદ્ધ ટેન્ક મોકલશે. કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે ગુરુવારે આ વાતની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે જર્મનીએ આ અઠવાડિયે અન્ય દેશોમાં જર્મન બનાવટની ટેન્કો ફરીથી નિકાસ કરવાની મંજૂરી આપ્યા પછી અમે યુક્રેનને 4 ટેન્ક મોકલવાનો નિર્ણય લીધો છે.