પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનમાં નવી સરકારમાં આગામી વિદેશ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે શનિવારે મોડી રાત્રે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.


જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે  વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના હોદ્દા મહત્વપૂર્ણ છે, જ્યારે નવી સરકારમાં વિદેશ પ્રધાન કોણ હશે તે પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે કારણ કે સંયુક્ત વિપક્ષની પાર્ટીઓ વારંવાર ઈમરાન ખાન સરકારને ખોટી વિદેશ નીતિઓના કારણે નિશાન બનાવી રહ્યા હતા. એક અહેવાલ અનુસાર,  પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો-ઝરદારીને આગામી વિદેશ મંત્રી બની શકે છે.


પૂર્વ રાષ્ટ્રપતિ અલી ભુટ્ટોના પૌત્ર છે


ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા 33 વર્ષીય બિલાવલે ધ ઈન્ડિપેન્ડેટ ઉર્દૂને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નવા વિદેશ મંત્રી તરીકે તેમની નિમણૂક અંગે પાર્ટી નિર્ણય લેશે. બિલાવલ ભુટ્ટો પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પૌત્ર છે.


ખાનના નેતૃત્વની ટીકા કરતા બિલાવલે કહ્યું હતું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકારે વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ને વિવાદાસ્પદ બનાવ્યા છે. શનિવારે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બિલાવલે ખાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી પર પ્રહારો કર્યા હતા અને પ્રશ્ન કર્યો હતો કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં શા માટે હાજર નહોતા.


CM યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........


IPL 2022: નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ્ડ થયેલા કોહલીએ સ્ટમ્પ ઉપર ગુસ્સો ઉતાર્યો, વીડિયોમાં જુઓ કોહલીનો ગુસ્સો


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ