નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે મહિના થવા જઇ રહ્યા છે. બંન્ને તરફથી આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે આ યુદ્ધનો હાલમાં કોઇ અંત દેખાઇ રહ્યો નથી. આ વચ્ચે રશિયાના વલણ પર દુનિયાના અલગ અલગ દેશ કાર્યવાહી કરી રહ્યા છે. આ યુદ્ધની અસર રમતગમતના  મેદાનમાં પણ દેખાઇ રહી છે. હવે ટેનિસની સૌથી મોટી ટુનામેન્ટ વિમ્બલડનમાં ભાગ લેવા પર રશિયાના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.






ઓલ ઇગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ દ્ધારા 20 એપ્રિલના રોજ જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયા અને બેલારૂસના તમામ ખેલાડીઓને બ્રિટનમાં યોજાનારી ટેનિસ ટુનામેન્ટમાંથી પ્રતિબંધિત કરવામાં આવે છે. આ નિર્ણય રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે લેવામાં આવી રહ્યો છે.



નિવેદમાં કહેવામાં આવ્યું છે કે અમારી જવાબદારી છે કે અલગ અલગ ક્ષેત્રોમાં રશિયાને નબળુ કરવામાં આવે. તમામ બાબતો પર વિચાર કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે બ્રિટનમાં યોજનારી કોઇ પણ ટેનિસ ટુનામેન્ટમાં રશિયા, બેલારૂસના ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.ઓલ ઇગ્લેન્ડ ક્લબના ચેરમેને કહ્યું કે અમને એ વાતનું દુખ છે કે આ નિર્ણયથી અનેક ખેલાડીઓ પર અસર પડશે પરંતુ રશિયન સરકાર દ્ધારા લેવામાં આવી રહેલા એક્શનનું નુકસાન તેઓને થઇ રહ્યું છે.


નોંધનીય છે કે આ પ્રતિબંધનો અર્થ એ છે કે ટેનિસ રેન્કિંગમાં નંબર 2 ખેલાડી ડેનિલ મેદવેદેવ અને પૂર્વ મહિલા નંબર વન ખેલાડી વિક્ટોરિયા અઝારેન્કા આ વર્ષે વિમ્બલડનમાં ભાગ લઇ શકશે નહીં. વિમ્બલડન સિવાય રશિયા અને બેલારૂસના ખેલાડીઓ પર એટીપી, WTAએ પણ કાર્યવાહી કરી છે અને ખેલાડીઓ પોતાના દેશનો ધ્વજ અહી બતાવી શકતા નથી.


IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ


જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા


Crime News: આંધપ્રદેશમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં 80 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો


CBSE Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી