Hyloscirtus Princecharlesi Rare Frog : બ્રિટનના નવા રાજા ચાર્લ્સ ત્રીજાની શનિવારે ભવ્ય સમારોહમાં તાજપોશી કરવામાં આવી હતી. તેઓ પર્યાવરણ સાથેના તેમના જોડાણ માટે જાણીતા છે. 2008માં જ્યારે તે પ્રિન્સ ચાર્લ્સ હતા, ત્યારે દેડકાની એક દુર્લભ પ્રજાતિનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. એક્વાડોરમાં જોવા મળતા આ દેડકાનું નામ Hylocertus princecharlesi હતું, જે હવે કિંગ ચાર્લ્સ III તરીકે ઓળખાશે.


નવા બ્રિટિશ રાજા ચાર્લ્સ IIIના રાજ્યાભિષેકની વચ્ચે દેડકાની એક દુર્લભ પ્રજાતિ પણ ચર્ચામાં છે. આ પ્રજાતિનું નામ પ્રિન્સ ચાર્લ્સ પર રાખવામાં આવ્યું હતું જે હવે કિંગ ચાર્લ્સ III તરીકે ઓળખાશે. બ્રિટિશ રાજવી પરિવારની સત્તાવાર વેબસાઇટ અનુસાર પ્રજાતિનું નામ Hylocertus princecharlesi જેનો અર્થ થાય છે 'પ્રિન્સ ચાર્લ્સ સ્ટ્રીમ ટ્રી ફૉગ'.


પર્યાવરણ માટે ચાર્લ્સના લગાવને માન આપીને તેનું નામ 2008માં રાખવામાં આવ્યું હતું. દેડકાની આ પ્રજાતિ એક્વાડોરની વતનીની છે જે કાળા શરીર પર નારંગી કલરની ફોલ્લીઓ ધરાવે છે. ઇક્વાડોરના વૈજ્ઞાનિક ડૉ. લુઈસ એ. કોલોમાએ એક મ્યુઝિયમમાં આ દેડકાની શોધ કરી હતી. તેનું નામ કિંગ ચાર્લ્સ પર રાખવામાં આવ્યું હતું. તે સંરક્ષીત નમુનાઓમાં શોધી કાઢવામાં આવ્યો હતો.


"જંગલ અને પ્રાણીઓ સાથે છે ખાસ લગાવ"


કિંગ ચાર્લ્સ ત્રીજા જંગલ અને પ્રાણીઓ સાથે ખાસ લગાવ ધરાવે છે. તેમને ગાયોનો પણ ખૂબ શોખ છે. તેઓ વિશ્વના વર્ષાવનોનું રક્ષણ કરવાના પણ પ્રબળ સમર્થક રહ્યા છે. 2007માં તેમણે જંગલોને બચાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે,  70 વર્ષ બાદ બ્રિટનને તેનો નવો રાજા મળ્યા છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની 74 વર્ષની વયે તાજપોશી કરવામાં આવી હતી. લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે રાજા તરીકે શપથ લીધા હતા. લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે બ્રિટનના નવા રાજા તરીકે શપથ લીધા હતા.


રાજ્યાભિષેકમાં 100 દેશોના વડાઓએ હાજરી આપી હતી. ભારતીય પક્ષ તરફથી ઉપપ્રમુખ જગદીપ ધનખરે ભાગ લીધો હતો. જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથના મૃત્યુ પછી ચાર્લ્સ રાજા બન્યા હતા. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી કરવામાં આવતા જ તેઓ સત્તાવાર રીતે 15 દેશોના રાજા બની ગયા છે. પ્રિન્સ વિલિયમે પત્ની કેટ અને બાળકો સાથે સમારોહમાં હાજરી આપી હતી. તો પ્રિન્સ હેરીએ પણ પત્ની મેઘન માર્કલ અને તેમના બાળકો સાથે સમારોહમાં હાજરી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની પત્ની સાથે ભારત તરફથી કાર્યક્રમમાં હાજરી આપી હતી. શુક્રવારે રાજ્યાભિષેક સમારોહ પહેલા તેઓ કિંગ ચાર્લ્સને પણ મળ્યા હતા.