California Earthquake: અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરુવારે (11 મે)ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. કેલિફોર્નિયાના ઉત્તરીય ભાગમાં ભૂકંપ આવ્યો છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ 12 મેના રોજ સવારે 4:30 વાગ્યે આવ્યો હતો.
પેસિફિક કોસ્ટ અને નેવાડાના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત ઉત્તરીય રાજ્યના અડધા ભાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, પ્રારંભિક વાંચનમાં ભૂકંપની તીવ્રતા 5.7 નોંધવામાં આવી હતી, પરંતુ તે પછી તેની તીવ્રતા 5.4 નોંધવામાં આવી હતી. USGS વેબસાઈટ અનુસાર, બાદમાં ભૂકંપની તીવ્રતા 5.5 નોંધવામાં આવી હતી.
ભૂકંપ બાદ પાંચ આફ્ટરશોક નોંધાયા છે.
યુએસજીએસ અનુસાર, સેક્રામેન્ટોના ઉત્તર-પૂર્વમાં લગભગ 120 માઈલ દૂર અલ્માનોર તળાવ નજીક પૂર્વ કિનારે લગભગ 2.5 માઈલ દૂર આંચકા અનુભવાયા હતા. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના ભૂકંપ સંબંધિત સુનામીની કોઈ ચેતવણી, સલાહ કે ખતરાની સંભાવના નથી. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલે જણાવ્યું હતું કે ભૂકંપથી એજન્સીના ચિકો ડિસ્પેચ સેન્ટરમાં વિક્ષેપ પડ્યો હતો અને ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં હાલમાં 911 લાઇન બંધ છે.
એજન્સીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહેવાસીઓને કટોકટીની જાણ કરવા માટે 530-332-1200 પર કૉલ કરવાની સલાહ આપવામાં આવી હતી. USGS મુજબ, ભૂકંપ પછી એ જ વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ આફ્ટરશોક્સ નોંધાયા હતા, જે તમામ 2.5 અને 3.0 ની તીવ્રતા વચ્ચે હતા.
શા માટે આવે છે ભૂકંપ?
આનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. લાવા આ ટેકટોનિક પ્લેટો હેઠળ રહેલો છે. આ લાવા પર આ 12 પ્લેટો તરતી રહી છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા નીકળે છે તેને ભૂકંપ કહેવામાં આવે છે.
એ પણ સમજી શકાય છે કે, પૃથ્વીનું સૌથી બહારનું સ્તર જે 12 પ્લેટોમાં વહેંચાયેલું છે. આ પ્લેટો સતત બદલાતી રહે છે. કેટલીકવાર આ પ્લેટો સ્થળાંતર કરતી વખતે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે જમીન પણ સરકી જાય છે.
કરોડો વર્ષો પહેલા ભારત એશિયાની નજીક નહોતુ. પરંતુ જમીન પર આવતા ભૂકંપના કારણે ભારત દર વર્ષે લગભગ 47 મીમી આગળ વધીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એક અથડામણ એટલી જબરદસ્ત હતી કે આખે આખા હિમાલયની રચના થઈ ગઈ.
એક સમયે ભારત એક મોટો ટાપુ હતો. 6,000 કિલોમીટરથી વધુ સમય સુધી દરિયામાં તરતો આ ટાપુ યુરેશિયા ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો અને હિમાલયની રચના થઈ. હિમાલય એ વિશ્વની સૌથી નાના ઉંમરની પર્વતમાળા છે.
વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે હિમાલયના પ્રદેશો ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બની રહ્યા છે. આ કારણે બંને પ્લેટો સતત એકબીજા પર દબાણ કરી રહી છે, જેના કારણે પ્રદેશમાં અસ્થિરતા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હિમાલયની ધરતીની પ્લેટો સ્થિર કેમ નથી થઈ રહી? તેનો જવાબ જાણવા માટે 'અંડરવર્લ્ડ કોડ' નામના સોફ્ટવેર દ્વારા કરોડો વર્ષ પહેલા થયેલી અથડામણને સમજવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.