ડેબોરાહના વકીલ જિમ ઓંડેરે કહ્યું કે કંપનીના દસ્તાવેજથી માલૂમ થાય છે કે તેને 1970ના દશકથી ખબર હતી કે ટેલ્કમ પાઉડરથી શરીરને નુકશાન થાય છે. કંપનીએ પ્રોડક્ટ પર આ જાણકારી ન આપી તેને છુપાવતી રહી છે. ઓંડેરે કહ્યું કે ડેબોરાહે પૈસા માટે આ કેસ નથી કર્યો પરંતુ તે દુનિયાના તમામ લોકોને જાણ કરવા માંગે છે કે તેમની બિમારીનું કારણ એક પ્રોડક્ટ છે.
જ્યારે જૉનસન કંપનીનું કહેવું છે કે આ પ્રકરનો નિર્ણય આવવો દુર્ભાગ્યપૂર્ણ છે. આ નિર્ણય 30 વર્ષોના વિશ્ર્વના અલગ-અલગ ચિકીત્સકોની વિરૂધ્ધમાં છે. તપાસના આદેશ ટેલ્કમ પાઉડરના સર્મથનમાં છે. જૉનસન એંડ જૉનસન એ પોતની પ્રોડક્ટની સેફ્ટી સંબંધિત તમામ સવાલોને ગંભીરતાથી લીધા છે. ધણા વૈજ્ઞાનિક સમિક્ષામાં સાબિત થયું છે કે અમારુ ઉત્પાદન સુરશ્રિત છે. એમે આ નિર્ણયની વિરૂધ્ધમાં અપીલ કરશું.
આપને જણાવી દઈએ કે કંપની પર કેસ થવાનો આ પ્રથમ મામલો નથી, આ પહેલા પણ કંપની ફેબ્રુઆરીમાં 480 કરૉડ અને મે મહિનામાં 367 કરૉડના બે કેસ હારી ચુકી છે.
જૉનસન એંડ જૉનસન કંપની પ્રોડક્ટ આશરે 175 દેશમાં વહેચાઈ છે. ભારતમાં બેબી પાઉડરના બજારમાં 50 ટકા હિસ્સા પર આ કંપનીનો કબ્જો છે. ફોબ્સ-2015ની યાદીમાં ‘જૉનસન ફેમિલી’ દુનિયાના સૌથી પૈસાદારની યાદીમાં 46માં ક્રમે હતી.
જજ બિલી રે એ કહ્યું એવું લાગી રહ્યુ છે કે કંપનીને ગ્રાહકોની થોડી પણ કાળજી નથી. આગળ જતા ચેતવણીના લેબલ સાથે પ્રોડક્ટ બજારમાં મુકે, જેથી કરીને ગ્રાહકોને નક્કી કરી શકે કે આ પ્રોડક્ટની ખરીદી કરવી કે નહી.