China Covid Cases: ચીનમાં કોરોના વાયરસે અત્યાર સુધીનું સૌથી ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં રોજના આંકડા કરોડોમાં આવી રહ્યા છે. ચીનમાં એક જ દિવસમાં સૌથી વધુ 3.7 કરોડ કોરોના કેસ નોંધાયા છે જે વિશ્વભરમાં એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. આ દરમિયાન ચીનમાં દરરોજ હજારો મોત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં ડેથ સર્ટિફિકેટ માટે હોસ્પિટલોની બહાર લાંબી કતારો લાગી રહી છે. જે દર્શાવે છે કે, ચીનમાં મોતના આંકડા સામે આવી રહ્યાં છે સ્થિતિ ખરેખર તેના કરતા કંઈક અલગ જ છે. 


ડેથ સર્ટિકેટ માટે લાંબી લાઇનો


વાસ્તવમાં ચીનના સૌથી મોટા શહેરોમાંના એક અવા ગુઆંગઝૂમાં મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે અંતિમ સંસ્કાર સ્થળની બહાર લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે એટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે કે લાઈન પૂરી જ નથી થઈ રહી. ઉલ્લેખનીય છે કે, ગુઆંગઝૂના આરોગ્ય વિભાગે આ મામલે કહ્યું હતું કે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ફ્લૂ કરતા વધુ ઘાતક છે.


ગુઆંગઝૂમાં આટલા બધા મૃત્યુ કેવી રીતે થયા?


ગુઆંગઝૂના આરોગ્ય આયોગે પણ કહ્યું હતું કે, કોરોનાના વર્તમાન વેરિએંન્ટના કારણે ઓછા મૃત્યુ થયા છે. પરંતુ આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે, જો એમિક્રોન વેરિએંટથી મૃત્યુંનું પ્રમાણ ઓછું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો આખરે ગુઆંગઝૂમાં એક સાથે હજારો લોકોના મોત થયા જ કેવી રીતે? જો અહીં લોકોના મોત ઈન્ફેક્શનને કારણે નથી થયા તો તે કેવી રીતે થયા? જ્યારે ચીનને લઈને વૈજ્ઞાનિકો એ વાતને લઈને પણ ચિંતિત છે કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલો કોરોના વિશ્વમાં એક નવો કોરોના વાયરસ મ્યુટન્ટ ફેલાવી શકે છે.


ચીનમાં ઉભો થયો નવો ખતરો!


જો કે વૈજ્ઞાનિકો મ્યુટન્ટ્સ વિશે જણાવવામાં  સમર્થ નથી પરંતુ તેઓએ તેના આગમનની સંભાવના વ્યક્ત કરી છે. નવો કોરોના વાયરસ મ્યુટન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ જેવો જ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તે સ્ટ્રેન્સનું કોમ્બિનેશન અથવા સંપૂર્ણપણે કંઈક અલગ જ હોઈ શકે છે.


કોરોનાના BF.7 વેરિઅન્ટે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. જ્યારે ચીનમાં અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર ચીનમાં દરરોજ સરેરાશ 20 મિલિયન કેસ નોંધાઈ રહ્યા છે. ચીનમાં કોરોનાથી મૃત્યુઆંક દરરોજ હજારોમાં છે. આ સ્થિતિમાં ચીનમાં ગભરાટનો માહોલ છે પરંતુ ફરી એકવાર ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના વિસ્ફોટ થવાનો ભય ઉભો થયો છે.