બીઝિંગ: ભારતમાં રહેલા અમેરિકી રાજદૂત રિચર્ડ વર્માએ અરૂણાચલ પ્રદેશના પ્રવાસથી ચીન ગભરાયું છે. સોમવારે ચીને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, નવી દિલ્લી અને બીઝિંગની વચ્ચે વિવાદાસ્પદ વિસ્તારમાં કોઈ ત્રીજો પક્ષ દખલગીરી કરશે તેને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.


અમેરિકી રાજદૂતે અરૂણાચલ પ્રદેશના તવાંગ જો ચીન સાથે જોડાયેલો વિસ્તાર છે. પરંતુ અમેરિકી રાજદૂતે ત્યાનો પ્રવાસ કર્યા પછી બીજિંગે કહ્યું કે એવી ઘટનાથી બન્ને દેશોની વચ્ચે માત્ર વિવાદ જ નહીં પરંતુ વિસ્તારની શાંતિને પણ ગ્રહણ લાગશે. ઉલ્લેખનીય છે કે રિચર્ડ વર્મા તવાંગમાં એક ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયા હતા.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કેંગે પોતાના નિવેદનમાં કહ્યું, “જે જગ્યા ઉપર સીનિયર રાજનૈતિક અધિકારીએ પ્રવાસ કર્યો છે તે વિસ્તાર ચીન અને ભારતની વચ્ચે વિવાદાસ્પદ ભાગ છે. જેના માટે અમે ભારત અને ચીનના આ વિવાદાસ્પદ ભાગમાં કરેલા પ્રવાસને કડક રીતે વિરોધ કરી રહ્યા છે.”