China Military Exercises: ચીને ફરી એકવાર લાઇવ ફાયરિંગની પ્રેક્ટિસ શરૂ કરી છે. 22 ઓગસ્ટે પૂર્વ ચીન સાગરમાં ચીની સેનાના યુદ્ધ જહાજો આગામી 14 કલાક સુધી ગોળીબાર કરશે. ચીનના ઝેજિયાંગ મેરીટાઇમ સેફ્ટી એડમિનિસ્ટ્રેશને આજે (21 ઓગસ્ટ) મધ્યરાત્રિ પછી બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચેતવણી જાહેર કરી છે. તેમજ જહાજોની અવરજવર માટે ચેતવણી આપવામાં આવી છે. કારણ કે ચીન દેશના પૂર્વમાં ઝેજિયાંગ રાજ્યને અડીને આવેલા ઈસ્ટ ચાઈના સીમાં 22 ઓગસ્ટે સૈન્ય અભ્યાસ કરશે.
હોંગકોંગ નજીક પ્રેક્ટિસ કરશે
ચીને હોંગકોંગ નજીક સૈન્ય અભ્યાસની પણ જાહેરાત કરી છે. 23 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને ફરીથી સાંજે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચીનની સેના યુદ્ધ અભ્યાસ કરશે. લશ્કરી ગતિવિધિઓને કારણે જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમા હોંગકોંગ પર ચીનનો એક વિશેષ વહીવટી વિસ્તાર છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં ચીન સમુદ્ર આવેલો છે. હોંગકોંગમાં પણ ચીનનો વિરોધ છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેની નજીક ચીનની સૈન્ય કવાયત વિશ્વને મોટા સંકેતો આપી રહી છે.
તાઇવાન નજીક ચીનની લશ્કરી કવાયત
અગાઉ ચીને પોતાની રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સુરક્ષા માટે તાઈવાનની આસપાસ સૈન્ય કવાયત હાથ ધરી હતી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝી યીએ જણાવ્યું હતું કે તેમના કમાન્ડે તાઈવાન ટાપુની આસપાસના પાણી અને એરસ્પેસમાં સંયુક્ત કવાયત હાથ ધરી છે. તાઈવાને કહ્યું હતું, ચીન હુમલાની તૈયારી તરીકે કવાયત અને મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે.