સમગ્ર વિશ્વમાં આજે નાતાલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો ભગવાન ઇસુનો જન્મદિવસ ઉજવે છે.કોરોનાના કારણે મોટાભાગના રાજ્યમાં ક્રિસમસ અને નવા વર્ષની જાહેરમાં ઉજવણી પર નિયંત્રણો લાદ્યા છે.


ક્રિસમસનો તહેવાર સાન્તા ક્લોઝની એન્ટ્રી વિના અધૂરો છે. લાલ રંગના કપડા પહેરી સાન્તા ક્લોઝ એક થેલીમાં લોકો માટે ખૂબ ગિફ્ટ લાવે છે. મોટાભાગના લોકો જાણતા નથી કે સાન્તા  ક્લોઝ એક વાસ્તવિક પાત્ર છે. ક્રિસમસના અવસર પર તમને જણાવીએ કે આખરે સાન્તા ક્લોઝ કોણ હતા અને ક્રિસમસ પર ગિફ્ટ આપવાનું તેમની સાથે શું કનેક્શન છે.


બાળકોને ગિફ્ટ આપનાર સાન્તા ક્લોઝ એક કાલ્પનિક પાત્ર નથી. વાસ્તવમાં સંત નિકોલસને સાન્તાના રૂપમાં ઓળખવામાં આવે છે. સંત નિકોલસ એક ભિક્ષુક હતા જે ગરીબો અને બીમાર લોકોની મદદ કરતા હતા. તે યુરોપના સૌથી લોકપ્રિય સંત હતા. હંમેશા ગિફ્ટ વહેચતા નહોતા. ક્રિસમસને અમેરિકામાં રજાની જેમ જોવામાં આવતી નહોતી. ના ગિફ્ટ આપવાની પરંપરા  નથી.  આ પ્રકારની ઉજવણી કરવાની શરૂઆત ઇગ્લેન્ડના હતા. ત્યારથી આ દિવસે પરિવારના  તમામ લોકો એક સાથે એકઠા થાય છે અને એક સાથે મળીને ક્રિસમસ ઉજવણી કરે છે.


એક એવી કલ્પના છે કે સાન્તા ગોલ મટોળ દેખાતા હતા. જોકે, 1809માં વોશિંગ્ટન ઇવિંગ લેખકે પોતાની પુસ્તકમાં સાન્તા અંગે લખ્યું છે કે સંત નિકોલસ એક સ્લિમ ફિગર ધરાવતા વ્યક્તિ હતા જે સારા બાળકોને ગિફ્ટ આપતા હતા. સાન્તા હંમેશા લાલ રંગના કપડા પહેરતા નહોતા.19મી સદીના કેટલાક ચિત્રોથી જાણવા મળે છે કે સાન્તા અનેક પ્રકારના રંગના કપડા પહેરતા હતા અને ઝાડૂ લઇને નીકળતા હતા. બારહસિંગાને સાન્તા ક્લોઝની સવારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાન્તાની પસંદગીનું બારહસિંગા 80 વર્ષનો રૂડોલ્ફ હતો. લેખક રોબર્ટનું કહેવું છે કે રૂડોલ્ફ બાળકોને ગિફ્ટ પહોંચાડવામાં સાન્તાની મદદ કરતા હતા.


સાન્તા એક હસમુખ અને સિંગલ વ્યક્તિ હતા જેને બાળકોને ગિફ્ટ આપવાનું પસંદ કરે છે. જોકે. તેમાં પણ મતભેદ છે. કહેવાય છે કે વર્ષો બાદ સાન્તાને જેમ્સ રીસ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તે બાદમાં સાન્તાની જેમ પ્રસિદ્ધ હતા. સાન્તા ક્લોઝને જોલી ઓલ્ડ, સેન્ટ નિક, ફાધર ક્રિસમસ, ઓલ્ડ મૈન ક્રિસમસ અને ક્રિસ ક્રિંગલ નામથી  પણ ઓળખવામાં આવે છે.