ઢાકાઃ બાંગ્લાદેશમાં દર્દનાક દુર્ઘટના ઘટી હતી. પેસેન્જર ફેરીમાં આગ લાગવાથી 32 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક રિપોર્ટ અનુસાર દુર્ઘટના સમયે ફેરીમાં લગભગ 1000 લોકો સવાર હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 200 કિલોમીટર દૂર બની હતી. ઘટના સમયે કેટલાક લોકો નદીમાં કૂદી ગયા હતા જેના કારણે તેમનો જીવ બચી શક્યો હતો.







આ દુર્ઘટના ઝાલકોટી જિલ્લામાં બની હતી. જ્યારે સુગંધા નદીમાં નાવના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીની વચ્ચે બોટમાં આગ લાગી હતી. વહીવટીતંત્રને ઓછામાં ઓછા 30 મૃતદેહો મળ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. મોટાભાગના લોકોના મોત આગમાં સળગી જવાથી થયા છે. આ દુર્ઘટનામાં 200થી વધુ લોકો આગની લપેટમાં આવ્યા હતા. જેમનું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ આગ એમવી અભિજાન-30 નામની બોટમાં લાગી હતી. બોટ શુક્રવારે 3 વાગ્યે ડાપદેપિયા પહોંચ્યું હતું.


Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 


 


મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?


 


કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?


 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર