રશિયાએ યુક્રેન પર કરેલા યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે હાલ રશિયામાં કોન્ડોમની માંગમાં મોટો વધારો થયો છે અને કોન્ડોમની અછત સર્જાવાની આશંકા વચ્ચે કોન્ડોમની માંગ વધતાં કોન્ડોમના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે કોન્ડોમ બનાવતી બ્રિટિશ કંપનીઓ રેકિટ, ડ્યુરેક્સે રશિયામાં પોતાનો વ્યાપાર બંધ નથી કર્યો. રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપની વાઈલ્ડબેરીએ નોંધ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં માર્ચના પ્રથમ બે સપ્તાહમાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો ઉછાળો આવ્યો છે.


રશિયામાં કોન્ડોમની માંગમાં આવેલા અચાનક ઉછાળા અંગે દેશની મુખ્ય ફાર્મસી ચેઇન 36.6 ના વેચાણમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં કોન્ડોમની ખરીદીના ભાવમાં પણ 32 ટકાનો વધારો થયો છે. તો સુપરમાર્કેટના વેચાણમાં પણ 30 ટકાનો વધારો નોંધાયો છે. 


એકંદરે, એક વર્ષ અગાઉની સરખામણીમાં કેમિસ્ટ કોન્ડોમની ખરીદીના મૂલ્યમાં 32 ટકાનો વધારો થયો છે  અને સુપરમાર્કેટોએ જણાવ્યું હતું કે તેમના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે, RBCએ અહેવાલ આપ્યો છે.


પ્રેઝર્વેટિવનાયા સેક્સ શોપના સહ-માલિક યેસેનિયા શામોનિનાએ કહ્યું,  "અમે ભાવ વધારવાની ફરજ પડી હોવા છતાં, લોકો ભવિષ્ય માટે ખરીદી કરી રહ્યા છે." તેમણે જણાવ્યું હતું કે બ્રાન્ડના આધારે ઉપભોક્તા માટેના ખર્ચમાં 50 ટકા સુધીનો વધારો થયો હતો. 


મુખ્ય પશ્ચિમી ચલણોના મુકાલબે  રશિયન રૂબલના ડૂબતા મૂલ્યને કારણે આઉટલેટને ભાવ વધારો કરવાની ફરજ પાડવામાં આવે છે. આ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ વ્લાદિમીર પુતિનની અર્થવ્યવસ્થામાં વિશ્વાસના પતનના કારણે થયું હતું. 


ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું હતું કે લેટેક્સ એવા દેશોમાંથી આવે છે જેઓ પ્રતિબંધો લાગુ નથી કરી રહ્યા,  તેઓએ પશ્ચિમી ચલણમાં ખરીદવું જોઈએ જે હવે વધારે મોંઘા છે. કોન્ડોમને લઈ  એટલી ભીડ હતી કે  પુતિનના ઉદ્યોગ અને વેપાર મંત્રાલયને  એ વાતથી ઇનકાર કરવાની ફરજ પડી કે લાંબાગાળે સમસ્યા થશે.


અધિકારીઓએ ભાર દઈને કહ્યું કે, આ ઉત્પાદનની અછતની કોઈ ભવિષ્યવાણી નથી કરવામાં આવી. 


"સૌથી મોટા ઉત્પાદક દેશો - થાઈલેન્ડ, ભારત, દક્ષિણ કોરિયા અને ચીને  રશિયન ફેડરેશનને ઉત્પાદનોની ડિલિવરી બંધ કરી નથી."  પરંપરાગત રીતે, રશિયા દર વર્ષે 600 મિલિયન કોન્ડોમની આયાત કરે છે અને 100 મિલિયનનું ઉત્પાદન કરે છે.  રેકિટ રશિયામાં લગભગ 1,300 લોકોને રોજગારી આપે છે અને આ માર્કેટમાં વાર્ષિક £400 મિલિયનની કમાણી કરે છે.


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જેમ જેમ પરિસ્થિતિ બરાબર થઈ રહી છે, તેમ તેમ અમે પગલાં લેવાનું અને જવાબ આપવાનું ચાલુ રાખીશું, હંમેશા અમારા કર્મચારીઓની સંભાળની યોગ્ય ફરજ સાથે કામ કરીશું."


સેક્સોલોજિસ્ટ યેવજેની કાલગાવચુકે રશિયનોને વિનંતી કરી કે તેઓ પ્રતિબંધો લાદતા પશ્ચિમી બજારોમાં બનેલા કોન્ડોમને બદલે “મૈત્રીપૂર્ણ દેશો”માંથી “સારા કોન્ડોમ”નો ઉપયોગ કરે.


બિઝનેસ એક્સપર્ટ પાવેલ સ્પિચાકોવે કહ્યું કે રશિયામાં કોન્ડોમ માર્કેટનો 95 ટકા હિસ્સો વિદેશી કંપનીઓ પાસે છે. તેમણે કહ્યું, "એક અંગ્રેજી કંપની રેકિટ, જે ડ્યુરેક્સ, કોન્ટેક્ષ, હુસાર અને અન્ય બ્રાન્ડ્સનું ઉત્પાદન કરે છે, તેનો 60 ટકાથી વધુ હિસ્સો છે," 


તેમણે અન્ય પશ્ચિમી કંપનીઓ દ્વારા રશિયાના વોકઆઉટ છતાં રેકિટને જાવાની કોઈ અપેક્ષા નહોતી.  તેમણે કહ્યું,  "એવી કોઈ આશા નથી કે કંપની સ્વેચ્છાએ રશિયન બજાર છોડી દેશે."  પરંતુ જો તેમને બળજબરીથી બહાર કાઢવામાં આવે તો રશિયા તેના પોતાના ઉત્પાદનને વેગ આપી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.