Coronavirus: કોરોના વાયરસે દુનિયાના કેટલાય દેશોમાં કેર વર્તાવ્યો છે, હવે આ વાયરસ ફરી એકવાર ઉત્તર કોરિયામાં પણ પહોંચી ગયો છે, એએફપી ન્યૂઝ એજન્સી અનુસાર, ઉત્તર કોરિયામાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. કૉવિડના કારણે શુક્રવારે આવેલા એક રિપોર્ટ અનુસાર, અહીં 'તાવ'થી છ લોકોના મોત થઇ ગયા છે, સાથે જ 1,87,000 લોકોને તાવાના લક્ષણો મળી આવ્યા છે. લણક્ષ વાળા તમામ લોકોને આઇસૉલેશનમાં મોકલીને તેમની સારવાર કરાવવામાં આવી રહી છે.  


ઉલ્લેખનીય છે કે, દેશમાં કૉવિડના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો પહેલો કેસ સામે આવવવાના સમાચાર હતા, જે પછી સંક્રમણથી બચવા માટે તંત્રએ આખા દેશમાં લૉકડાઉન લગાવી દીધુ હતુ. 


અધિકારીઓનુ માનીએ તો ઓમિક્રૉનથી સંક્રમિત જે વ્યક્તિ વિશે જાણવા મળ્યા છે તે છેલ્લા કેટલાય દિવસોથી તાવથી પીડિત હતા, ત્યારે તપાસ થઇ તો ખબર પડી કે તે કોરોનાના નવા વેરિએન્ટની ઝપેટમાં છે. 


દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દેશમાં કોરોના વાયરસનો પહેલો કેસ મળ્યા બાદ ગુરુવારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દીધું છે. કિમે તેને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યારે અધિકારીઓને કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે COVID-19 નિવારક પગલાંને મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો. કોરોના રોગચાળો શરૂ થયાના બે વર્ષ બાદ પ્યોંગયાંગમાં પ્રથમ કોરોના સંક્રમિત જોવા મળ્યો છે. જે બાદ કોરોનાને લઈને કડક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.


કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ગુરુવારે રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક લોકોનો કોવિડ ટેસ્ટ થયો હતો. આમાં એક વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. દર્દીને આઈસોલેટ કરવામાં આવ્યો છે.


એજન્સીએ કહ્યું કે કોરોનાનો મામલો સામે આવ્યા બાદ કિમ જોંગ ઉને સત્તાધારી કોરિયન વર્કર્સ પાર્ટી પોલિટબ્યુરોની બેઠક બોલાવી, જ્યાં સભ્યોએ તેના એન્ટી-વાયરસ પગલાં વધારવાનો નિર્ણય કર્યો. આ મીટિંગ દરમિયાન, કિમ જોંગ ઉને અધિકારીઓને કોરોના સંક્રમણને સ્થિર કરવા અને શક્ય તેટલી વહેલી તકે ચેપના સ્ત્રોતને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.


મહામારીની શરૂઆતમાં જ્યાં તમામ દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ત્યારબાદ ઉત્તર કોરિયાએ અહીં કોવિડ કેસ શૂન્ય હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે, ઉત્તર કોરિયાએ પોતાના પર નિયંત્રણો લાદી દીધા, ત્યારબાદ ત્યાંથી ખાદ્ય પદાર્થોની અછતના સમાચાર આવવા લાગ્યા હતા. જાન્યુઆરી 2020 માં, ઉત્તર કોરિયાએ લગભગ બે વર્ષ માટે ચીન સાથેની તેની સાથેની તમામ સરહદો બંધ કરી દીધી હતી.


ઉત્તર કોરિયાએ ગયા વર્ષે એપ્રિલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું હતું કે તેણે આ જ મહિનામાં 25,986 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આમાં ચેપનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જો કે ઉત્તર કોરિયાના આ દાવાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કડક સેન્સરશિપના કારણે ઉત્તર કોરિયા પાસેથી સચોટ માહિતી મેળવવી અશક્ય છે.