Corona: કોરાનાનું નામ સાંભળતા જ આંખો સામે એવા એવા દ્રશ્યો આવી જાય છે કે તેને ભૂલવા અશક્ય બની જાય છે. ભલે આખી દુનિયામાં કોરોનાનો કહેર થંભી ગયો હોય, પરંતુ આગામી દિવસોમાં દુનિયાના અલગ-અલગ દેશોમાં તેના નવા વેરિયન્ટની ચર્ચાઓ સામાન્ય થઈ ગઈ છે. હવે બ્રિટનમાંથી સમાચાર આવી રહ્યા છે કે કોરોનાવાયરસ EG.5.1નું નવું વેરિએન્ટ બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને એરિસ નામ આપવામાં આવ્યું છે. કારણ કે હવે બ્રિટનમાં શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે, આવામાં કોરોનાનું નવું વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જ્યારથી આ સમાચાર હેડલાઇન્સમાં આવ્યા છે ત્યારથી ત્યાંના આરોગ્ય અધિકારીઓ સતર્ક થઇ ગયા છે. 


ઉલ્લેખનીય છે કે, કોરોનાનું આ નવું વેરિઅન્ટ ફક્ત Omicron નો જ એક ભાગ છે. આ નવા વેરિઅન્ટ વિશે બ્રિટનમાં ગયા મહિને જ માહિતી મળી છે. ત્યારથી ત્યાંના લોકો કૉવિડના ડરમાં છે.


આગામી સપ્તાહે દરરોજ કેસોમાં વધારાની આશા  - 
યૂકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી (UKHSA) અનુસાર, કોરોનાવાયરસના આવા 7 કેસ સામે આવ્યા છે જે એરિસ વેરિઅન્ટ સાથે જોડાયેલા છે. તાજેતરના ડેટા અનુસાર, કૉવિડના કુલ કેસોમાંથી 14 ટકા કેસ માત્ર એરિસ વેરિઅન્ટ સાથે જોડાયેલા છે. UKHSAનું કહેવું છે કે પાછલા અઠવાડિયાની સરખામણીમાં દર અઠવાડિયે કૉવિડ-19ના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4 હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાંથી 5.4 ટકા કેસ કૉવિડ તરીકે ઓળખાયા છે. અગાઉના અહેવાલમાં, 4 હજારથી વધુ પરીક્ષણોમાં કૉવિડના 3.7 ટકા કેસ હતા.


પહેલો કેસ 3 જુલાઇએ આવ્યા હતો - 
પ્રથમ કેસ 3 જુલાઈના રોજ મળી આવ્યો હતો. બહારથી આવતા તમામ લોકોનું ખાસ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જ અમને ખબર પડી કે આ વેરિઅન્ટ તદ્દન અલગ છે. બ્રિટનમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિયાળામાં આ કેસ ઝડપથી ફેલાશે.


બ્રિટનમાં કૉવિડની નવી લહેરની શક્યતા - 
યૂનિવર્સિટી કૉલેજ લંડનના ઓપરેશન રિસર્ચના પ્રૉફેસર ક્રિસ્ટીના પેજેલના જણાવ્યા અનુસાર, કૉવિડના નવા પ્રકારો બ્રિટનમાં તબાહી મચાવી શકે છે. સપ્ટેમ્બરમાં એવી અપેક્ષા છે કે કૉવિડના કેસ ઝડપથી વધશે.


કોરોનાના નવા વેરિએન્ટ એરિસના લક્ષણો પણ કોરોનાના બીજા વેરિએન્ટના જેવો જ છે 


ચેપગ્રસ્ત દર્દીઓના લક્ષણોમાં તાવ, શરદી, ઉધરસ, કફનો સમાવેશ થાય છે. સૌથી સામાન્ય બાબત એ છે કે ઘણીવાર તેમાં ન્યૂમૉનિયાના લક્ષણો પણ જોવા મળે છે. જઠરાંત્રિય લક્ષણો પણ હાજર છે. એટલા માટે સમયસર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.


Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.