બ્રાસીલિયા: અમેરિકા બાદ બ્રાઝીલમાં કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત છે. કોરોના કેસ મામલે એક દિવસ પહેલા રશિયા દુનિયામાં બીજા નંબરે હતું. હવે 19,969 નવા કેસ વધ્યા બાદ બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે. બ્રાઝીલમાં 3 લાખ 30 હજાર 890 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે અમેરિકા અને રશિયામાં ક્રમશ: 16 લાખ 45 હજાર અને 3 લાખ 26 હજાર લોકો કોરોનો પોઝિટિવ આવ્યા છે.
કોરોના મહામારીનું સૌથી મોટું કેન્દ્ર હાલ અમેરિકા છે. જ્યાં 97 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે બ્રાઝીલ પણ તેની તરફ વધી રહ્યું છે. અહીં અઠવાડિયાથી દરરોજ 15 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. દરરોજ એક હજાર જેટલા મોત થઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 19,969 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે અને 966 લોકોના મોત થયા છે. આ પહેલા 17,564 લોકો કોરોના પોઝિટિવ હતા અને 1188 લોકોના મોત થયા હતા. વિશેષજ્ઞોનું કહેવું છે કે, અહીં વાસ્તવિક આંકડા 15 ગણા વધુ હોઈ શકે છે.
બ્રાઝીલમાં 3.30 લાખ સંક્રમિતોમાંથી 1 લાખ 35 હજાર લોકો સારવાર બાદ સાજા થયા છે. એક લાખ 74 હજાર એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે બ્રાઝીલ દુનિયામાં ત્રીજા નંબરનો દેશ છે. જ્યારે રશિયા બીજા નંબરે છે. રશિયામાં રિકવરી રેટ ઓછો છે, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 23 હજાર છે.
બ્રાઝિલ બાદ સૌથી વધુ એક્ટિવ કેસ ફ્રાન્સ અને ભારતમાં છે. ભારતમાં રિકવરી રેટ 41 ટકા છે. અહીં 1 લાખ 25 હજાર સંક્રમિત કેસમાંથી 51 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 70 હજારથી વધુ એક્ટિવ કેસ છે.
12 દેશોમાં એક લાખથી વધુ કેસ
રશિયા,બ્રાઝીલ,સ્પેન, યૂકે,ઈટલીમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આ સિવાય 6 દેશ એવા છે જ્યા એક લાખથી વધુ કોરોનાના કેસ છે. અમેરિકા સહિત આ 12 દેશોમાં કુલ 40 લાખ કેસ છે. અમેરિકા સિવાય રશિયા અને બ્રાઝીલમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. પાંચ દેશ (અમેરિકા, સ્પેન,ઈટલી,ફ્રાંસ, બ્રિટન)એવા છે, જ્યાં 25 હજારથી વધુ મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. ચીન ટોપ-10 સંક્રમિત દેશની યાદીમાંથી બહાર થઈ ગયું છે.
અમેરિકા : કેસ- 1,645,084, મોત- 97,640
બ્રાઝીલ: કેસ- 330,890, મોત- 21,048
રશિયા: કેસ- 326,448, મોત- 3,249
સ્પેન: કેસ- 281,904, મોત- 28,628
યૂકે: કેસ- 254,195, મોત- 36,393
ઈટલી: કેસ- 228,658, મોત- 228,658
ફ્રાંસ:કેસ- 182,219, મોત- 28,289
જર્મની:કેસ- 179,713, મોત- 8,352
ટર્કી: કેસ- 154,500, મોત- 4,276
ઈરાન: કેસ- 131,652, મોત- 7,300
Coronavirus: અમેરિકા બાદ સૌથી વધુ સંક્રમિત દર્દીઓની સંખ્યા બ્રાઝીલમાં, અત્યાર સુધી 3 લાખ 30 હજાર કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2020 04:22 PM (IST)
વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.જેમાંથી 3 લાખ 39 હજાર 418 લોકોના મોત થયા છે. જ્યારે 21 લાખ 56 હજાર 288 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે.
પ્રતિકાત્મક તસ્વીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -