નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની શું કોઈ દવા સામે આવી છે? બ્રિટેનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં ડેક્સામેથાસોન મોટી સફળતા છે. સસ્તી અને સરળતાથી મળતી દવા કોરોના વાયરસના ભારે જોખમવાળા દર્દીનો જીવ બચાવી શકે છે. ડેક્સામેથાસોન વિશ્વમાં ચાલી રહેલ પરીક્ષણનો સૌતી મોટો હિસ્સો છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પરિણામમાં કહેવામાં આવ્યું છે કે, લોકો વેન્ટિલેટર પર હતા, દવાના ઉપયોગતી મોતનું જોખમ ત્રીજા ભાગનું ઘટી ગયું.


ક્લીનિકલ ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેરસ માર્ટિન લેન્ડ્રેનુ કહેવુ છે કે COVID-19ના એવા દર્દીઓ જે વેન્ટિલેટર કે ઓક્સિજન પર છે, તેઓને સારવારમાં ડેક્સામેથાસોન આપવામા આવે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. આ સારવારનો ખર્ચ પણ સરખામણીએ ઓછો છે.

ડેક્સામેથાસોન, સોજાને ઓછો કરવા માટે અન્ય બીમારીઓમાં વ્યાપકપ્રમાણમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય સ્ટેરોયડ છે અને આ એકમાત્ર ડ્રગ છે જેણે મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના રોગીઓને તાત્કાલિક ધોરણે ડેક્સામેથાસોન આપવાની શરુ કરી દેવાયુ છે.

પરિણામમાં ખુલાસો થયો છે કે કોરનોા કેસની સાથે હોસ્પિટલમાં દાખલ થયાં વગર 20માંથી 19 દર્દી સાજા થઈ ગયા. જોકે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દી પણ સાજા થયા છે પરંતુ તેમને ઓક્સીજન અથવા અન્ય ઉકરણની જરૂરત પડી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ટીમના પરીક્ષણમાં હોસ્પિટલમાં દાખલ 2 હજાર દર્દીઓને દવા આપવામાં આવી જ્યારે હોસ્પિટલની બહાર 4 હજાર દર્દી પર દવાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરીક્ષમમાં જાણવા મળ્યું કે, દર્દી વેન્ટિલેટર પર હતા તેમાં મોતનું જોખમ 40 ટકાથી ઘટીને 28 ટકા થયું. જે દર્દીઓને ઓક્સીજનની જરૂરત હતી તેમનામાં મોતનું જોખમ 25 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા હાઈ રિસ્ક દર્દીઓ માટે આ દવા યોગ્ય છે. તેનો ઉપયોગ પહેલાં એલર્જી, સોજો, અસ્થમા જેવી બીમારીની સારવારમાં કરવામાં આવતો હતો. કેટલાક કોરોના દર્દીઓમાં, શરીરની રક્ષણ આપતી ઈમ્યુન સિસ્ટમ ઊંધુ કામ કરવા લાગે છે અને નુકસાન પહોંચાડે છે, આ સ્થિતિને સાયટોકાઈન સ્ટોર્મ કહેવામાં આવે છે. જે મૃત્યુનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં ડેક્સામેથાસોન ઈમ્યુન સિસ્ટમને શરીરને નુકસાન પહોંચાડતા અટકાવે છે.