અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં હજારોથી વધારે મોત
વિશ્વમાં માત્ર અમેરિકા અને બ્રાઝીલ જ એવા બે દેશ છે જ્યાં મૃતકોની સંખ્યા એક લાખથી વધારે છે. અમેરિકાતમાં તો આંકડો 1.7 લાખ સુધી પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં પણ આંકડો 50 હજારને પાર કરી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં એક એક હજારથી વધારે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ દેશોમાં 50 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે વિશ્વભરમાં વિતેલા 24 કલાકમાં 6361 લોકોના મોત થયા.
આ 10 દેશોમાં સૌથી વધારે મોત
અત્યાર સુધી 14 દેશોમાં 10 હજારથી વધારે લોકોના મોત થયા છે. એક નજર એવા 10 દેશો પર જ્યાં આ બીમારીને કારણે સૌથી વધારે લોકોના મોત થયા છે.
અમેરિકા: 1,70,415 (કેસ- 54,15,666,)
બ્રાઝીલ: 1,05,564 (કેસ- 32,29,621)
મેક્સિકો: 55,293 (કેસ- 5,05,751)
ભારત: 48,040 (કેસ- 24,61,191)
બ્રિટેનઃ 41,347 (કેસ- 3,13,798)
ઇટલીઃ 35,231 (કેસ- 2,52,235)
ફ્રાન્સઃ 30,388 (કેસ- 2,09,365)
સ્પેનઃ 28,605 (કેસ-3,79,799)
પેરૂઃ 25,648 (કેસ- 5,07,996)
ઈરાનઃ 19,162 (કેસ- 336,324)
ખાસ વાત એ છે કે અનેક દેશ એવાછે જ્યાં આ દેશોની કરતાં વધારે કેસ છે પરંતુ ત્યાં લોકોના મોતના આંકડા ઘણાં ઓછા છે. જેમ કે રશિયામાં 9 લાખથી વધારે કેસ છે પરંતુ ત્યાં મોત માત્ર 15 હજારથી વધારે લોકોના જ થયા છે. જ્યારે સાઉથ આફ્રીકામાં પણ સાડા 5 લાખ કરતાં વધાર કેસ છે પરંતુ મોત માત્ર 11,270 લોકોના જ થયા છે.