ઓકલેંડઃ ભારતમાં કોરોના વાયરસની (Coroanvirus) વધી રહેલા મામલાએ હવે સમગ્ર વિશ્વનું ટેન્શન વધારી દીધું છે. દેશમાં કોરોનાના વધતાં મામલાને લઈ ન્યૂઝીલેંડે ભારતીયોના આવવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લગાવી લીધો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. ન્યૂઝીલેંડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને (PM Jacinda Ardern) આ જાહેરાત કરી હતી.


ન્યૂઝીલેંડના પ્રધાનમંત્રીએ તેમના દેશના નાગરિકોને પણ ભારતથી (India) આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ જેસિંડાએ જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને લઈ તમામ પ્રકારના મુસાફરોને ભારતથી આવવા પર બેન લગાવી દીધો છે. ભારતમાં કોરોના વાયરસના મામલા વધતાં હવે વેક્સીનનું વિશ્વભરમાં પુરવઠાનું સંકટ ઉભુ થયું છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,26,789 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 685 લોકોના મોત થયા છે. જોકે 59,258 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ-  એક કરોડ 29 લાખ 28 હજાર 574


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 18 લાખ 51 હજાર 393


કુલ એક્ટિવ કેસ - 9 લાખ 10 હજાર 319


કુલ મોત - એક લાખ 66 હજાર 862


9 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 9 કરોડ 01 લાખ 98 હજાર 673 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશ કોરોનાની બીજી લહેરના (Coronavirus Second Wave) અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. કોરોનાના કેરને પગલે છત્તીસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન (Lockdown) જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.


રૂપાણીના દિકરાના લગ્ન હોવાથી રાજ્યમાં નથી લાદવામાં આવ્યું લોકડાઉન ? જાણો મુખ્યમંત્રીએ શું કરી સ્પષ્ટતા


જગતના તાતને વધુ એક ફટકો, ખાતરના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, જાણો વિગત


Coronavirus: પીએમ મોદી આજે ફરી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, શું લાદવામાં આવશે લોકડાઉન ?


આજનું રાશિફળઃ    આ રાશિના જાતકો સૂર્યનારાયણને જળ અર્પણ કરીને દિવસની કરે શરૂઆત, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ