વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચીનના વધુ કોન્સ્યુલેટ બંધ કરવાની સંભાવના હોવાનું આડકતરી રીતે જણાવ્યું છે. અમેરિકાની ઈન્ટેલ એક્ચુઅલ અને ખાનગી સૂચનાની રક્ષા કરવા હ્યુસ્ટન સ્થિત ચાઇનીઝ દૂતાવાસ ખાલી કરવાનો આદેશ કર્યો છે તેવા સમયે જ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.


ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, "જ્યાં સુધી વધુ દૂતાવાસને બંધ કરવાનો સવાલ છે તો હંમેશા સંભવ છે." હ્યુસ્ટનમાં ચીનના દૂતાવાસમાં આગ લાગ્યાની ખબરનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, "ત્યાં શું થઈ રહ્યું છે તે તમે જોયું. અમે જેને બંધ કરી હતી ત્યાં આગ લાગી હતી અને દરેકે જોયું કે ત્યાં આગ લાગી. મને લાગે છે તેઓ દસ્તાવેજો સળગાવી રહ્યા હતા."

ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ચીનની આક્રમક ગતિવિધિઓને લઈ બંને દેશો વચ્ચે વધતા વિવાદને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકામાં ચીનના પાંચ દૂતાવાસમાંથી એક બંધ કરવાનો આદેશ કરતાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની સરકાર સાથે કામ કરી રહેલા હેકરોએ કોરોના વાયરસની રસી વિકસાવી રહેલી કંપનીઓને નિશાન બનાવ્યા બાદ અમેરિકાએ પગલું ભર્યું હોવાનું ત્યાંના કાયદા વિભાગે કહ્યું હતું.

ગઈકાલે અમેરિકાએ ચીનને હ્યુસ્ટન સ્થિત દૂતાવાસ 72 કલાકમાં ખાલી કરવાનો આદેશ કર્યો હતો. અમેરિકાના આ પગલાથી ભડકી ઉઠેલા ચીને જરૂરી જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાની કડક નિંદા કરી હતી.

IPL 2020: UAEમાં RCB માટે વરદાન સાબિત થઈ શકે છે આ બે સ્પિનર્સઃ આકાશ ચોપડા

તમિલનાડુ રાજભવનના સુરક્ષાકર્મી અને ફાયરકર્મી સહિત 84 લોકો કોરોના પોઝિટિવ, જાણો વિગત 

આ રાજ્યમાં માસ્ક નહીં પહેરો તો ફટકારાશે એક લાખનો દંડ, કેબિનેટે આપી મંજૂરી