મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આગામી સપ્તાહથી મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. રશિયાએ સ્પૂતનિક-વી કોરોના રસી બનાવી છે. રશિયાનું કહેવું છે કે સ્પૂતનિક વી ઘણી સુરક્ષિત છે.

પુતિને કહ્યું કે, સ્પૂતનિક વી વેક્સિનના 20 લાખથી વધારે ડોઝ તૈયાર કરી લેવામાં આવ્યા છે. આજે તેમણે અધિકારીઓને આગામી સપ્તાહથી રસીકરણ સંબંધી તમામ તૈયારી પૂરી કરી લેવા નિર્દેશ આપ્યા હતા.



આજે બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીને મંજૂરી આપી છે. આ સ્થિતિમાં બ્રિટનવાસીઓને પણ જલદી કોરોનાની રસી આપવામાં આવશે. અમેરિકન દવા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને આ રસીને વિકસિત કરવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે પરીક્ષણ દરમિયાન તેમની રસી તમામ ઉંમરના લોકો પર અસરકારક રહી હતી.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ આ ખબરની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, રસીથી આપણને જીવ બચાવવામાં મદદ મળશે અને અર્થવ્યવસ્થા ફરીથી આગળ વધશે.

IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ

ગુજરાતમાં ભાજપના નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે માટે કઈ કલમ ઉમેરાઈ ? જાણો વિગત

દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત