જલાલાબાદ નંગરહાર પ્રાન્તની રાજધાની છે. ગનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ હાલમાં નંગરહારમાં છે પરંતુ તેમના પર કોઇ ખતરો નથી. આ વિસ્ફોટ બજારમાં થયો છે જ્યાં અફઘાની હિન્દુઓ સ્ટૂલ લગાવે છે. પ્રાન્તના ગર્વનરના પ્રવક્તા અતુલ્લાહ ખોહયાનીએ જણાવ્યુ હતું કે, હુમલામાં 20 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળવા ગયેલા શીખોની આઇએસ દ્ધારા હત્યા કરવાની તેઓ નિંદા કરે છે. વૈશ્વિક રીતે લોકોએ આ બર્બર લોકોના આતંક વિરુદ્ધ એક થવું પડશે અને તેમને દુનિયામાંથી હટાવવા માટે અવાજ ઉઠાવવો પડશે. તેમની સરકાર પીજિતો અને તેમના પરિવારને મદદ કરશે.