કોવિડ-19ની મહામારી બાદ વધુ એક ડીસીઝ –એકસ દુનિયાન માટે પડકાર રૂપ બની શકે છે.   ઇબાલા વાયરસ વિશે જાણકારી આપનાર પ્રોફેસરે   જિન્સ જેકસ મુએમ્બ તામ્ફુમના જણાવ્યા મુજબ આ નવો વાયરસ  કોવિડ-19ની જેમજ ધાતક છે અને ખૂબ જ ઝડપથી એક શરીરમાંથી બીજા શરીરને સંક્રમિત કરી શકે છે.

CNNના એક રિપોર્ટ મુજબ, , કોવિડ બાદ આવેલો આ નવો વાયરસ પણ દુનિયા માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે. Whoના જણાવ્યાં મુજબ ડીસીઝ એક્સના પ્રકોપનો અંદાજ વૈજ્ઞાનિકોને છે. આ ડીસીઝ દુનિયાભર માટે મોટી મહામારી સાબિત થઇ શકે છે. તેના માટે ચિંતિત થવું સ્વાભાવિક છે. ડોક્ટર ડેડિન બોનકોલના જણાવ્યા મુજબ ઇબોલા અને કોવિડ-19 અજાણ્યો વાયરસ હતો. આપણે માટે આ મહામારી પણ પડકારરૂપ સાબિત થઇ શકે છે.

રિપોર્ટમાં ઇન્ગોન્ડે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોગોમાં એક શંકાસ્પદ કેસનો ઉલ્લેખ કરવામં આવ્યો છે, જેમાં દર્દીમાં શરૂઆતમા તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ દર્દીનો ટેસ્ટ ઇબોલાની આશંકાએ કરવામાં આવ્યો હતો. દર્દીના લક્ષણો પરથી ડોક્ટરે શંકા જણાવી છે કે. આ લક્ષણ વાયરસ એક્સનો હોઇ શકે છે. જેનું કોવિડ જેટલો જ સંક્રમિત હોઇ શકે છે.

1901માં પહેલીવાર અનિમલ બોડીમાંથી માનવના શરીરમાં યેલો ફીવર ટ્રેક થયો હતો. વૈજ્ઞિનિકોના જણાવ્યાં મુજબ અનિમલમાથી હ્યુમન બોડીમાં આવા 200 વાયરસ પાસ થયા છે.  SARS-CoV-2, અને કોવિડ-19 આ બધા જ રોગો એનિમલ બોડીમાંથી હ્યુમન બોડીમાં ફેલાયો છે. આ સિવાય યેલો ફીવર, જુદા જુદા લક્ષણો ધરાવતા એન્ફુલ્ઝા, રેબિઝ,બ્રૂસીલોસિસ અને લાઇમ ડીસીઝ, આ બઘા જ અનિમલ બોડીમાંથી હ્યુમન બોડીમાં પાસ થયા છે.