એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વધારે સમય સુધી સૂર્યનો તડકો લેવીથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવાવનો સંબંધ કોવિડ-19થી ઓછા મોત સાથે છે. બ્રિટનમાં એડિનબર્ગ યૂનિવર્સિટીના રિસર્ચરો અનુસાર જો આગળના રિસર્ચમાં મૃદ્યુ દરમાં ઘટાડો થવાનું જાણવા મળે તો સૂર્યનો સીધો તડકો લેવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યમાં મદદ મળી શકે છે.


એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જાન્યુઆરી-૨૦૨૦થી એપ્રિલ-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા કેસોને ધ્યાનમાં લીધા હતા. અમેરિકા ખંડના ૨૪૭૪ વિસ્તારો પર અભ્યાસ હાથ ધરાયો હતો. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો પડતાં હતાં ત્યાં કોરોનાના કારણે મૃત્યુ ઓછા થયા હતા. જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ ઓછા મળતાં હતાં એ વિસ્તારોમાં મૃત્યુદર ઊંચો નોંધાયો હતો.


સંશોધકો અનુસાર ઇંગ્લેન્ડ અને ઇટલીમાં પણ આ રીતે રિસર્ચ કરવામાં આવ્યું. સંશોધકોએ ઉંમર, સમુદાય, સામાજિક આર્થિક સ્થિતિ, જનસંખ્યા ઘનત્વ, વાયુ પ્રદૂષણ, તાપમાન અને સ્થાનીક વિસ્તારમાં સંક્રમણના સ્તરને ધ્યાનમાં રાખથા વાયરસથી સંક્રમિત થવા અને મોતના ખતરાનું વિશ્લેષણ કર્યું.


અહેવાલમાં દાવો થયો હતો કે વધારે અલ્ટ્રાવાયોલેટ ધરાવતા વિસ્તારોમાં રહેતાં લોકો પર ૯૫ ટકા સુધી કોરોનાથી મૃત્યુનો ખતરો ઘટી જતો હતો. કોરોનાને સૂર્યપ્રકાશ સાથે સંબંધ છે એવું સાબિત કરતો આ પ્રથમ વ્યવસ્થિત અહેવાલ છે.


અગાઉ આ જ એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ સૂર્યપ્રકાશ અને બ્લડપ્રેશર, હાર્ટએટેકને સંબંધો હોવાનું સાબિત કર્યું હતું. જ્યાં સૂર્યપ્રકાશ વધુ મળતો હતો એવા વિસ્તારમાં રહેતાં લોકોને હાર્ટએટેક અને બ્લડપ્રેશરનો ખતરો પ્રમાણમાં ઓછો હતો.


સંશોધકોનું કહેવું છે કે, સૂર્યના સીધા તડકામાં વધારે સમય સુધી રહેવાથી ચામડી નાઈટ્રિક ઓક્સાઈડને બહાર કાઢે છે. તેનાથી વાયરસની આગળ વધવાની ક્ષમતા કદાચ ઘટી જાય છે.


કોરોનાની બીજી લહેરની વચ્ચે ગુજરાતના આ પાંચ જિલ્લામાં 10 કરતાં પણ ઓછા કેસ નોંધાયા, જાણો વિગતે


ગુજરાતના આ તાલુકામાં કોરોના બેકાબુ, 100ના ટેસ્ટિંગમાંથી 50ના રિપોર્ટ પોઝિટીવ