નવી દિલ્લી: અમેરિકી રાજનીતિમાં થઈ રહેલા ફેરફારની અસર હવે શેયર બજાર ઉપર જોવા મળી રહી છે. પહેલી વખત એકથી વધુ ઓપિનિયન પોલે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપને ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિંટન કરતા રાષ્ટ્રપતિની દોડમાં આગળ બતાવ્યા છે. તેનાથી અમેરિકી શેયર માર્કેટ પર તેની અસર જોવા મળી અને મંગળવારે ઘણા સૂચકાંક લાલ નિશાન પર પહોંચીને બંધ રહ્યા હતા. આટલું જ નહીં બુધવારે સવારે એશિયાની તમામ મોટા માર્કેટ પર તેની અસર જોવા મળી હતી. જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, ઑસ્ટ્રેલિયા સહિત ભારતના શેયર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પહેલો મોકો છે જ્યારે અમેરિકી ચૂંટણીની અસર શેયર માર્કેટ પર પડી રહી છે અને તેનુ પરિણામ પુરી દુનિયાના માર્કેટમાં જોવા મળી રહ્યું છે. જો કે એબીસી ન્યૂઝ/વૉશ્ગિટન પોસ્ટે તાજેતરમાં કરેલા સર્વેમાં ટ્રંપને હિલેરી કરતા એક ટકો વધારે આગળ બતાવ્યા છે. મે 2016થી ચાલી રહેલી ચૂંટણી અસરમાં આ પહેલો મોકો છે જ્યાં ટ્રંપની જીતની સંભાવનાઓ હિલેરી કરતા સારી બતાવવામાં આવી રહી છે. જાણકારોનું માનીએ તો આ અંતર હિલેરી વિરુદ્ધ ઈ-મેલ લીક મામલાના લીધે જોવા મળી રહ્યું છે.