આ દરમિયાન G-20 દેશોના GDPમાં 2020માં 0.5 ટકાનો ઘટાડો થશે. તેનાથી અમેરિકાના અર્થતંત્રમાં 2 ટકા અને યૂરોઝોનના અર્થતંત્રમાં 2.2 ટકાનો ઘટાડો જોવા મળશે. જોકે, કોરોના વાયરસનું મુખ્ય કેન્દ્ર ચીન હોવા છતાં તેના અર્થતંત્રમાં 3.3 ટકા વૃદ્ધી થવાની સંભાવના છે.
G-20માં આ દેશો છે સામેલ
જી-20ના સમૂહમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, યૂરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઈટેડ કિંગડમ અને અમેરિકા સામેલ છે.
વિશ્વની બે તૃતીયાંશ વસતી છે જી-20 દેશો
જી-20માં સામેલ દેશો વિશ્વના જીડીપીનો 85 ટકા હિસ્સો બનાવે છે. એટલું જ નહીં આ દેશોનો વૈશ્વિક વ્યાપારમાં 80 ટકા હિસ્સો છે અને દુનિયાની બે તૃતીયાંશ વસતી છે.