યૂરોપીય- મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે, શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વીપમાં હતું. સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યું છે.
ભૂકંપના કારણે ચાર લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દુર્ભાગ્યથી ઈઝમિરમાં ભૂકંપથી અમારા 4 નાગરિકોના મોત થયા છે. ભૂકંપથી કુલ 120 લોકો પ્રભાવિત થયા છે. એમ્બ્યૂલન્સ અને હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. અમે ઈઝમિરના લોકો સાથે છે.