પૂર્વ એશિયાઈ અને પ્રશાંત મુદ્દાઓ માટે સહાયક વિદેશ મંત્રી ડેવિડ સ્ટિલવેલે એ પણ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રશાસન ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સ્ટિલવેલે કોન્ફરન્સ કોલ દ્વારા પત્રકારોને કહ્યું કે, ચીનની હાલની કાર્રવાઈ તેની ડોકલામ સહિત ભારતીય સરહદ પર પહેલાની જેમ જ કરવામાં આવેલ ગતિવિધિઓ જેવી જ છે.
બીજિંગને લાગે છે કે, હજુ દુનિયાનું ધ્યાન ભટકેલું છે
સ્ટિલવેલે કહ્યું કે, ‘અનેક મોર્ચે ચીન દ્વારા આવું કરવા પાછળનું કારણ એ પણ હોઈ શકે કે બીજિંગને એવું લાગે છે કે, હાલમાં વિશ્વનું ધ્યાન ભટકેલું છે અને વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બહાર આવી રહેલી દુનિયાનું સમગ્ર ધ્યાન લોકોના જીવ બચાવવા પર છે, આ તકનો લાભ લેવા માટે એક અસવર તરીકે જોઈ રહ્યું છે.
ચીન ભારત સહિત પોતાના પાડોશી દેશોની સાથે આક્રમક વલણ અપનાવવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું તેના પર સરકારનું સત્તાવાર વલણ સ્પષ્ટ નથી કરી રહ્યો પરંતુ સાર્વજનિક રીતે તેમના દ્વારા આવું કરવા માટે અનેક સ્પષ્ટીકરણ ઉપલબ્ધ છે.’
સ્ટિલવેલે કહ્યું કે, ‘અમે સ્પષ્ટપણે ભારત-ચીન સરહદ વિવાદ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.’
દ્વિપક્ષીઓ સંબંધો અને કોરોના વાયરસ મહામારી પર વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને ટોચના ચીની રાજનાયિક યાંગ જિએચીની વચ્ચે હવાઈમાં બેઠક બાદ કોન્ફરન્સ કોલમાં તેમણે આ નિવેદન આપ્યું.