સ્થાનિક ન્યૂઝપેપર ‘લે મૉન્ડે’ અનુસાર ટેક્સ વિવાદને ઓક્ટોબર 2015માં જ ઉકેલી દેવામા આવ્યો હતો ત્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ થઇ હતી. જેના કેટલાક મહિલા અગાઉ વડાપ્રધાન મોદીની એપ્રિલ 2015ની સતાવાર યાત્રામાં આ વાતની જાહેરાત કરવામાં આવી હતી કે ભારત ફ્રાન્સની દસોલ્ટ પાસેથી 36 ફાઇટર જેટ ખરીદશે.
રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીની કંપની અંગે કથિત રીતે ફ્રાન્સના અધિકારીઓએ તપાસ કરી હતી. અધિકારીઓને જાણવા મળ્યું કે, 2007થી 2010 વચ્ચે અનિલ અંબાણીની કંપની પર 60 મિલિયન યુરો ટેક્સ બાકી હતો. રિલાયન્સ એટલાન્ટિક ફ્લેગ ફ્રાન્સે 7.6 યુરો ટેક્સના રૂપમાં આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ફ્રાન્સના અધિકારીઓએ આગળ આ કેસની તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. 2010થી 2012 વચ્ચે ફરીવાર ફ્રાન્સના અધિકારીઓએ આ અંગે ચર્ચા કરી હતી. જેના પર અનિલ અંબાણીની કંપનીને 91 મિલિયન યુરો ટેક્સના રૂપમાં આપવાનું કહેવામાં આવ્યું છે.
એપ્રિલ 2015માં વડાપ્રધાન મોદીએ ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશન સાથે રાફેલ ડીલની જાહેરાત કરી. ત્યારબાદ ટેક્સની રકમ વધીને 151 મિલિયન યુરોની આસપાસ થઇ ગઇ હતી. જોકે, બાદમાં ફ્રાન્સના અધિકારીઓએ રાફેલ ડીલ બાદ અનિલ અંબાણીની હિસ્સાના 143.7 મિલિયન યુરોનો ટેક્સ માફ કરી દીધા હતા. સેટલમેન્ટ તરીકે રિલાયન્સે ફક્ત 7.3 મિલિયન યુરો પર વાત બની જ્યારે વાસ્તવિક ટેક્સ ડેબ્ટ લગભગ 151 મિલિયન યુરોની આસપાસ હતો.