કોરોના રસીના બે અલગ અલગ રસીના ડોઝ લેવા પર હાલમાં એક્સપર્ટ્સ વિચાર કરી રહ્યા છે ત્યારે જર્મીના ચાન્સલર (રાષ્ટ્રપ્રમુખ) એન્જેલા મર્કેલે બે અલગ અલગ રસીના ડોઝ લીધા છે. આ જાણકારી ખુદ તેમની ઓફિસે આપી છે. એન્જેલા મર્કેલે પ્રથમ ડોઝ ઓક્સફોર્ડ એક્સ્ટ્રાજેનેકા રસીનો લીધો હતો બાદમાં તેને તેમણે બીજો ડોઝ મોડર્નાની કોવિડ રસીનો લીધો છે.
તેમના પ્રવક્તાએ સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે, ‘હાં, એન્જેલા મર્કેલે હાલમાં જ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. તે મોડર્નાની એમઆરએનએ રસી હતી.’
66 વર્ષીય જર્મન ચાન્સલર મર્કેલે એસ્ટ્રાજેનેકા રસીનો પ્રથમ ડોઝ આ વર્ષે 16 એપ્રિલના રોજ લીધો હતો. જોકે ત્યાર બાદ એસ્ટ્રાજેનેકાના રસીથી બ્લડ કોટિંગની ફરિયાદ મળ્યા બાદ જર્મની સહિત અનેક યૂરોપીયન દેશોએ રસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે હવે આ રસીને ફરીથી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે પંરતુ હવે તે માત્ર 60 વર્ષથી ઉપરના લોકોને જ આપવામાં આવી રહી છે.
જર્મની જેવા અનેક અન્ય દેશોમાં એસ્ટ્રાજેનેકાનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ફાઈજર-બાયોનટેક અથા મોડર્નાની એમઆરએનએ રસીનો આપવામાં આવ્યો છે. જર્મનીમાં અત્યાર સુધી 51.2 ટકા જનસંખ્યાને કોરના રસીને એક ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 2 કરોડ 63 લાખ લોકોએ કોરોના રસીના બન્ને ડોઝ લઈ લીધા છે.
વિશ્વમાં કોરોના વાયરસ
દુનિયામાં કોરોના મહામારી હજુ લાંબી ચાલી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નવા વેરિએન્ટની ઓળખ કરી છે, અને તેનાથી સાવધાન રહેવા અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) 16 જૂન, 2021એ સૂચિત કર્યુ છે કે COVID-19ના એક નવા વેરિએન્ટ લેમ્બ્ડાની ઓળખ 29 દેશોમાં કરવામાં આવી છે, એટલે કે આ ઘાતક વેરિએન્ટ 29 દેશોમાંથી મળી આવ્યો છે જેમાં મુખ્ય રીતે ઓળખ દક્ષિણ અમેરિકામાં કરવામાં કરવામાં આવી છે, અને અહીં જે તેની ઉત્પતિ હોવાનુ પણ માનવામાં આવી રહ્યુ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, પહેલીવાર પેરુમાં સામે આવેલા આ લેમ્બ્ડા વેરિએન્ટને દક્ષિણ અમેરિકામાં 'વ્યાપક ઉપસ્થિતિ'ના કારણે 14 જૂને ‘ગ્લૉબલ વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.